Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કલેક્‍ટરાલયમાં ઉત્તરાખંડ રાજ્‍યના 24મા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનઅને દિશા-નિર્દેશમાં દમણ જિલ્લા પ્રશાસને ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અંતર્ગત ઉત્તરાખંડ રાજ્‍યનો 24મો સ્‍થાપના દિવસ દમણ કલેક્‍ટરાલય ખાતે 9મી નવેમ્‍બરના રોજ મનાવવામાં આવ્‍યો હતો.
દમણ કલેક્‍ટર કાર્યાલય ખાતે આયોજીત ઉત્તરાખંડ રાજ્‍યના સ્‍થાપના દિવસની ઉજવણી નિમિત્તે દમણ જિલ્લામાં વસવાટ કરી રહેલા ઉત્તરાખંડ રાજ્‍યના નાગરિકોનું દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રીમતી આરતી અગ્રવાલે અભિવાદન કર્યું હતું અને ઉત્તરાખંડ રાજ્‍યના રાજ્‍યપાલનો વિડિયો સંદેશ પ્રસ્‍તૂત કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રીમતી આરતી અગ્રવાલે જણાવ્‍યું હતું કે, ભારત તેના ઇતિહાસ, સંસ્‍કૃતિ અને વારસા માટે ગૌરવ લઈ શકે છે. ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ કાર્યક્રમ જુદા જુદા રાજ્‍યો અને સંઘપ્રદેશના લોકો એકબીજાથી અરસ-પરસ પોતાની ભાવના પ્રગટ કરે એવો હેતુ રહેલો છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોથી એકબીજાના વિસ્‍તારની ભાષા, સંસ્‍કૃતિ, રૂઢિ, સંગીત, પ્રવાસન અને પોતાના વ્‍યંજનોથી પણ માહિતગાર થઈ શકે છે.

Related posts

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સેલવાસની નમો મેડિકલ કોલેજ અને નર્સિંગ તથા એલાઈડ હેલ્‍થ સાયન્‍સના વિદ્યાર્થીઓનો સમર્પણ કાર્યક્રમ

vartmanpravah

કપરાડાથી મહારાષ્‍ટ્ર સુધી બાઈક ચોરી કરતી ગેંગના બે આરોપી ઝડપાયા, એક ફરાર

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

Leave a Comment