September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

ઉનાઈ મહોત્‍સવએ ઐતિહાસિક ધરોહર અને સાંસ્‍કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્‍તુત્‍ય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.14: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઈ ઉત્‍સવની ઉજવણી નિમિત્તે રાજ્‍ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્‍સવ-2024નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્‍યશ્રી નરેશ પટેલ તથા મહાનુભાવોએ દીપ પ્રગટાવી મહોત્‍સવનો શુભારંભ કર્યો હતો.
ગુજરાતના લોકો તથા દક્ષિણ વિસ્‍તારના આદિજાતિ ભાઈ-બહેનોને ઉનાઈ માતામાં અનેરી શ્રધ્‍ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્‍કળતિક વારસાના જતન અર્થે તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. બે-દિવસીય ઉનાઈ મહોત્‍સવ એ ઐતિહાસિકધરોહરના સાંસ્‍કળતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્‍તુત્‍ય પ્રયાસ છે.
ઉનાઇ મહોત્‍સવમાં ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્‍ય, ગરબો તથા ગુજરાતના લોકપ્રિય કલાકારશ્રી રાજભા ગઢવી દ્વારા લોક ડાયરાનો ભક્‍તજનોએ દિવ્‍ય નજારો માણ્‍યો હતો.
આ પ્રસંગે ઉનાઈ મહોત્‍સવમાં તાલુકા પંચાયતના સભ્‍યો, વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ, વાંસદા તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્‍દ્ર પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોળીયા સહિતના અધિકારીશ્રીઓ, તેમજ ઉનાઈ ગામ અને આસપાસના ગ્રાજજનોએ ઉનાઇ મહોત્‍સવને માણ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

નેશનલ લોક અદાલતના દિવસે પારડી કોર્ટ ખાતે થયું લોક અદાલતનું આયોજન

vartmanpravah

વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્‍તા સંગઠનની મિટીંગ યોજાઈ : ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના કરચોંડ જિ.પં.માં આવતા ગામોમાં ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના ઉપસ્‍થિતિમાંરસ્‍તાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

vartmanpravah

દમણગંગા નદીનો કિનારો અત્‍યંત પ્રદૂષિત : ગણેશ મહોત્‍સવમાં સફાઈ અભિયાનની વાહવાહી પોકળ સાબિત થઈ

vartmanpravah

Leave a Comment