April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા.25 નવેમ્‍બર (International Day for the Elimination of violence against women) થી 10 ડિસેમ્‍બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમો જિલ્લાના વિવિધ વિસ્‍તારમાં કરવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત વલસાડ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનાર 3 ભાગમાં રાખવામાં આવ્‍યો છે. આગામી સેમિનાર તા.17-12-24ના રોજ યોજાશે.
આ સેમિનાર પ્રસંગે ઓસીન પારેખ- સાયકો થેરાપીસ્‍ટ અને મેન્‍ટલ હેલ્‍થ ટ્રેનર દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અને બાળકોના કાઉન્‍સિલિંગના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓને ‘‘મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ” વિશે વ્‍યાખ્‍યાન આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી કમલેશ ગિરાસે અને DHEWના કર્મચારીઓ, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કર્મચારીઓ, પી.બી.એ.સી. વાપી- કપરાડા- વલસાડ, વિવિધ લક્ષી મહિલા કેન્‍દ્ર વાપી- ઉમરગામના કર્મચારીઓ, જિલ્લાના તમામ પોલીસ સ્‍ટેશનથી સી ટીમનાપોલીસ કર્મચારી, જિલ્લા આરોગ્‍ય ક્‍ચેરીના એડોલેશન કાઉન્‍સિલર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કર્મચારીઓ, વગેરે ફિલ્‍ડ અને કાઉન્‍સિલિંગના કામ સાથે સંકળાયેલ કર્મચારી હાજર રહ્યા હતા.

Related posts

દમણ કલેક્‍ટરાલય ખાતે કલેક્‍ટર, ડેપ્‍યુટી કલેક્‍ટર, મામલતદાર સહિત 27 લાભાર્થીઓએ લીધેલો કોરોનાનો બુસ્‍ટર ડોઝ

vartmanpravah

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

Leave a Comment