March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારસભ્‍ય અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ‘ટકાઉ ભવિષ્‍ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ મુખ્‍ય વિષય પર આધારિત જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કૂલ ખાતે કપરાડાના ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવ્‍યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની વિશેષ બાબતમાં રાજ્‍ય અને રાષ્‍ટ્ર કક્ષાએ વિવિધ ક્ષેત્રે જિલ્લાનું ગૌરવ વધારનાર બાળકો અને શિક્ષકોને સન્‍માન આપી બિરદાવવામાં આવ્‍યા હતા. ધારાસભ્‍યશ્રીઓએ પ્રદર્શનની મુલાકાત લઈ કળતિઓ નિહાળી હતી.
જિલ્લા કક્ષાએ પસંદગી પામેલી પ્રાથમિક કક્ષાની 60 અને ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાની 60 વૈજ્ઞાનિક કળતિઓ મળી કુલ 120 શ્રેષ્ઠ કળતિઓ પ્રદર્શનમાંઆકર્ષણનું કેન્‍દ્ર બની હતી. પ્રદર્શનની શરૂઆત કરતા વલસાડ જિલા શિક્ષણ અધિકારી ડો.રાજેશ્રી ટંડેલે પ્રદર્શનના હેતુની સ્‍પષ્ટતા સાથે સૌને આવકાર્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. બી. વસાવા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્જુનભાઈ પટેલ, બાની ઘોષ (વેલસ્‍પન વર્લ્‍ડ), જિલ્લા પ્રા. શિક્ષક સંઘ મહામંત્રી રાજેશભાઈ, ડીસીઓ હાઈસ્‍કૂલના ટ્રસ્‍ટી અને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, તાલુકા પ્રા.શિ.સંઘ પ્રમુખ ભરતભાઈ, તાલુકા રાષ્‍ટ્રિય શૈક્ષિક સંઘ પ્રમુખ શૈલેષભાઈ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.
ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલે ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલની યજમાની કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા, સાથે શાળાને જરૂરી સહયોગ માટે ખાતરી આપી હતી તેમજ પ્રદર્શનના સૌ આયોજકોને બિરદાવ્‍યા હતા. કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીએ સામાન્‍ય જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની આવશ્‍યકતા તેમજ ટકાઉ ભવિષ્‍ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ફાળાને સમજાવતું ઉદબોધન કર્યું હતું. ધારાસભ્‍યશ્રીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બિરદાવ્‍યા હતા. સાથે સાથે પોતાના વિચારમાં આરોગ્‍ય, ખેતી દરેક જગ્‍યાએ વિજ્ઞાન જરૂરી હોવાનું સૂચવ્‍યું હતું.
ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કૂલના આચાર્ય સુનિલભાઈ પટેલે આભારવિધિ કરી દરેકનો આભાર માન્‍યો હતો.તેમણે પ્રદર્શનના વિભાગનું પ્રાધાન્‍ય સમજાવ્‍યું હતું. તેમણે રજૂ થયેલી કળતિમાંથી બાળકો સાચી સમજ મેળવે અને સફળ ભવિષ્‍યનું વિચારે એવો આશય દર્શાવ્‍યો હતો.

Related posts

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્‍ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા ગરબા ઉત્‍સવ તેમજ કન્‍યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

vartmanpravah

Leave a Comment