December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી અને દમણ-દીવ મેડિકલ અને હેલ્‍થ ડિપાર્ટમેન્‍ટ અંતર્ગત ફરજ બજાવતા નરોલી પીએચસીના ફાર્માસીસ્‍ટ શ્રી રમેશસિંહ છોટુભાઈ સોલંકી વયમર્યાદાને કારણે રિટાયર્ડ થતા એમનો વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. પીએચસીના મેડિકલ ઓફિસર શ્રી વિરેન્‍દ્રસિંહ સોલંકી અને વંદનાબેન દ્વારા પુષ્‍પગુચ્‍છ આપીશાલ ઓઢાડી સ્‍મૃતિભેટ અને શ્રીફળ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ઉપસ્‍થિત વંદનાબેને જણાવ્‍યુ કે, રમેશભાઈ એમના ફરજકાળ દરમ્‍યાન સમયના પાલન કરતા હતા અને એમના ફરજકાળ દરમ્‍યાન કોઈપણ ફરિયાદ ના હતી. એમની 38 વર્ષની નોકરીમાં નરોલી, દૂધની દપાડા, કિલવણી સહિત અલગ અલગ જગ્‍યા પર ફરજ બજાવી છે અને જરૂર પડે તો દર્દીઓને ટ્રીટમેન્‍ટ પણ આપતા હતા. વિરેન્‍દ્રસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે, ખુબ જ મહેનતુ અને નિષ્ઠાવાન વ્‍યક્‍તિ નિવૃત્ત થઈ રહ્યા રહ્યા છે જેઓ હવેનુ જીવન એમના પરિવાર સાથે સુખમય અને આરોગ્‍યમય વ્‍યતીત કરે. આ અવસરે મેડિકલ ઓફીસર શ્રી વિરેન્‍દ્રસિંહ સોલંકી, વંદનાબેન, શ્રી દિલીપસિંહ સોલંકી, સરપંચ લીનાબેન પટેલ, સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી, આદિત્‍ય એનજીઓના અધ્‍યક્ષ શ્રીમતી જુલીબેન સોલંકી, શ્રી સુરેન્‍દ્રસિંહ દેસાઈ, મેડિકલ સ્‍ટાફ સહિત શ્રી રમેશસિંહના પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ: વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવનું રાજીનામું

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

દમણ જિલ્લામાં સ્‍વચ્‍છતા અભિયાને પકડેલું જન આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

ગુજરાત રાજ્‍યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાની મુલાકાતે

vartmanpravah

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

Leave a Comment