Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણની સરકારી કોલેજમાં હિન્‍દી અને ગુજરાતી વિભાગ દ્વારા સંયુક્‍ત રીતે આયોજીત હિન્‍દી પખવાડાનું સમાપન

વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15: દમણના હિન્‍દી અને ગુજરાતી વિભાગ દ્વારા સંયુક્‍ત રીતે દમણની સરકારી કોલેજ ખાતે 1 સપ્‍ટેમ્‍બરથી 15 સપ્‍ટેમ્‍બર સુધી ‘હિન્‍દી પખવાડા-2022’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પખવાડિયું બે ચરણોમાં આયોજીત થયું હતું. પખવાડિયાના શરૂઆતી ચરણમાં 1 સપ્‍ટેમ્‍બરથી 7 સપ્‍ટેમ્‍બર 2022 સુધી સરકારી કોલેજ, દમણના હિન્‍દી અને ગુજરાતી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની વચ્‍ચે હિન્‍દીમાં નિયમિત કાર્ય-લેખન સંસ્‍કૃતિના વિકાસ માટે જાગરૂકતા ફેલાવવાનું કામ સંપન્ન થયું હતું.
પખવાડિયાનું બીજું ચરણ ‘હિન્‍દી સપ્તાહ-2022′ અંતર્ગત 8 સપ્‍ટેમ્‍બરથી 15 સપ્‍ટેમ્‍બર 2022 સુધી દરરોજ એક હિન્‍દી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. 8 સપ્‍ટેમ્‍બરે હિન્‍દી જોડણી સ્‍પર્ધા, 9 સપ્‍ટેમ્‍બરે હિન્‍દી પ્રશ્નોતરી સ્‍પર્ધા, 10 સપ્‍ટેમ્‍બરે હિન્‍દી નિબંધ લેખન સ્‍પર્ધા, 12 સપ્‍ટેમ્‍બરે હિન્‍દી વાર્તા લેખન સ્‍પર્ધા, 13 સપ્‍ટેમ્‍બરે હિન્‍દી સમીક્ષા લેખન સ્‍પર્ધા, 14સપ્‍ટેમ્‍બરે હિન્‍દી કવિતા પાઠ અને 15 સપ્‍ટેમ્‍બરે હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજની તમામ ફેકલ્‍ટી(કલા, વાણિજ્‍ય અને વિજ્ઞાન)ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો.
આ પહેલાં કાર્યક્રમના ઉદ્‌ઘાટન દરમિયાન પ્રા.ડો. સંજય કુમારે વિદ્યાર્થીઓને સંબોધતા તેમને હિન્‍દીના સશક્‍તિકરણ માટે સ્‍વતંત્રતા સંગ્રામ દરમિયાન આપણા નેતાઓ દ્વારા કરવામાં આવેલ ભારતીય ભાષાઓના વિકાસ માટે કરવામાં આવેલ અનન્‍ય પ્રયાસોને ફરીથી દોહરાવવા માટે પ્રેરિત અને ઉત્‍સાહિત કર્યા હતા.
કાર્યક્રમના સમાપન પ્રસંગે ગુજરાતી વિભાગના વિભાગ અધ્‍યક્ષ અને કાર્યક્રમના સહ સંયોજક ડો. ભાવેશકુમાર વાળાએ વિદ્યાર્થીઓને વર્તમાનમાં દુનિયાની રોજગારી યોગ્‍ય સંકટોમાંથી મુક્‍તિ મેળવવા માટે વિદ્યાર્થી જીવનમાં જ અનુવાદ-કર્મને પોતાના જીવનનો ફરજીયાત હિસ્‍સો બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્‍યા હતા.
આભાર વિધિ દરમિયાન હિન્‍દી વિભાગના વિભાગ અધ્‍યક્ષ અને કાર્યક્રમના સંયોજક ડો. પુખરાજ જાંગિડે વિદ્યાર્થીઓને વિજ્ઞાન, વાણિજ્‍યક અને ટેક્‍નીકલ વિષયોમાં હિન્‍દીમાં લેખન માટે પ્રેરિત કર્યા હતા અને ‘હિન્‍દી દિવસ’ને ભારતીય ભાષાઓથી હિન્‍દી સાથે જોડવાના પ્રયાસોના જશ્નના રૂપમાં મનાવવા, જુદી જુદી ભારતીય ભાષાઓની વચ્‍ચે પ્રેમપૂર્વક સંબંધ બનાવવા અનેપોતાને બહુભાષી બનવા માટે પ્રેરિત કર્યા હતા.

Related posts

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વાપી જીઆઈડીસીની હૂબર કંપનીમાં મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ટીપીઈઓ અને બીટ નિરીક્ષકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી

vartmanpravah

Leave a Comment