Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલીના સાયલી ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને અને પ્રમુખશ્રીની અધ્‍યક્ષતામાં ‘પ્રધાનમંત્રી આવાસયોજના-ગ્રામીણ’ અંતર્ગત ગરીબ આદિવાસી પરિવારને પાકું મકાન મળે તટે માટેની પ્રક્રિયા સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્માએ લાભાર્થીઓને જણાવ્‍યું હતું કે, દરેક લાભાર્થીને પાકા મકાન માટે 2.40 લાખ રૂપિયા પાંચ હપ્તામાં સરકાર દ્વારા આપવામાં આવશે. ત્‍યારબાદ તમામે નિヘતિ સમય મર્યાદામા પોતાનું મકાન બનાવવાનું રહેશે.
ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓને સૂચના આપી હતી કે હપ્તાની ચૂકવણી કરાયા બાદ દિવાળી બાદથી મકાન નિર્માણની કામગીરી કરવાની રહેશે. અત્રે સાયલી પંચાયતમાં 129 લાભાર્થીઓને આવાસનો લાભ મળશે. બેઠકમાં દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ વંદનાબેન પટેલ, સરપંચ શ્રમતી કુંતાબેન, સેક્રેટરી શ્રીમતી પાર્વતીબેન તથા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રિ-મોન્‍સુન બેઠક મળી, તમામ વિભાગના અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરાઈ

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

‘હર ઘર તિરંગા’

vartmanpravah

વલસાડ પારનેરા ગામમાં દિપડાની હાજરી યથાવત: એક ગાયનું મારણ કર્યું ગામમાં ભયનો માહોલ

vartmanpravah

આજે દાનહ જિલ્લામાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્‍સવ

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

Leave a Comment