August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણ

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

દમણ જિ.પં.ના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન અને તેમના પતિ હરિશભાઈ પટેલે મહેકાવેલી માનવતાઃ એક જરૂરિયાતમંદ ત્‍યકતા મહિલાની ઝૂંપડીની જગ્‍યાએ બનાવી આપ્‍યું પાકુંમકાન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 24
દમણ જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ અને તેમના પતિ શ્રી હરિશભાઈ પટેલે એક જરૂરિયાતમંદ ત્‍યકતા મહિલા શ્રીમતી કંકુબેનને પાકું ઘર બનાવી આપી પોતાની માનવતા અને સખાવતનો પરિચય આપ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કચીગામ મોટી કોળીવાડના એક ત્‍યકતા મહિલા કંકુબેનનું ઝૂંપડું હતું. જેની જાણકારી જિ.પં.સભ્‍ય અને જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ અને તેમના પતિ શ્રી હરિશભાઈ પટેલને થતાં તેમનું સંવેદનશીલ હૃદય પીગળી ગયું હતું અને એક પળનો પણ વિલંબ કર્યા વગર ત્‍યકતાનું પાકું મકાન બનાવવા પોતાની તમામ શક્‍તિ કામે લગાવી હતી.
દમણ જિલ્લામાં જો શ્રીમતી રીનાબેન અને શ્રી હરિશભાઈ પટેલ જેવો અભિગમ ખમતીધરો દ્વારા રાખવામાં આવે તો એક પણ કાચું ઘર નહીં રહે અને સરકાર ઉપર કોઈ બોજ પણ નહીં પડે. આ સૌથી મોટા પુણ્‍યનું કામ શ્રીમતી રીનાબેન અને શ્રી હરિશભાઈ પટેલની જુગલજોડીએ કર્યું હતું.

Related posts

ચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપની પ્રશંસનીય કામગીરી: મોડી રાત્રે વલસાડ સુધી જઈ અજગરનું રેસ્‍કયું

vartmanpravah

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

vartmanpravah

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment