December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્‍સ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા ધોડીપાડા ગામમાં સ્‍થિત કોળી પટેલ સમાજ સેવા મંડળના પ્‍લોટમાં કેરિયર ગાઇડન્‍સ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના શિક્ષક પિંકલ પી. પટેલે ટૂંક સમયમાં આવનારી બોર્ડની પરીક્ષામાં સારા માર્કસે પાસ થવા માટે કેવી રીતે આયોજન કરવુ તેમજ મુખ્‍ય વક્‍તા ડૉ.દિપક ડી. ધોબીએ ધોરણ 10 અને ધોરણ 12 પછી આગળ શું ભણ્‍યા પછી કઇ-કઇ સરકારી તેમજ બિન સરકારી જોબની તકો છે તે માટે પાવર પોઇન્‍ટ પ્રેશન્‍ટેશન આપીને વિદ્યાર્થીઓને આગળભણવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા માટે સમાજના અન્‍ય મહાનુભાવો શશીકાંતભાઈ, અરવિંદભાઈ, અરૂણભાઈ, પ્રમોદભાઈ, કૈલાશભાઈ, કેતનભાઈ, વિવેકભાઈ, સંદીપભાઈ, જીનલભાઈ અને જીગીષાબેન દ્વારા સહકાર અને સહયોગ મળ્‍યો હતો.

Related posts

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

Leave a Comment