October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ખોબામાં એનએસએસના વિદ્યાર્થીઓ સાથે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો

સરકારની વિવિધ યોજનાઓ અને તેની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ગામ ખાતે ધરમપુરની વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજની એનએસએસ વિદ્યાર્થીઓ સાથે ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તાલીમ/ સંવેદના કાર્યક્રમ યોજાયો.
ધરમપુર તાલુકાના ‘‘ખોબા ગામ” ખાતે વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજની ફલ્‍લ્‍ વાર્ષિક શિબિર (ખાસ શિબિર તા.9-12-2024 થી તા.15-12-2024 દરમિયાન આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં સમાજના છેવાડાના અભાવગ્રસ્‍ત લોકો સુધી રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ (યોજનાઓ) પહોંચાડવાના હેતુથી ગ્રામ શિબિરનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ‘‘ખોબા ગામ” ખાતે વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ધરમપુર ફલ્‍લ્‍ વાર્ષિક શિબિરમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને જિજ્ઞેશ પટેલ (જિલ્લા મિશન કૉ- ઓર્ડીનેટર) ઝણ્‍ચ્‍ષ્‍ દ્વારા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીની વિવિધ યોજનાઓ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના, વ્‍હાલી દીકરી યોજના, ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્‍વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, સખી વન સ્‍ટોપ યોજના, પોલીસ બેઇડ્‍ઝ સપોર્ટ સેન્‍ટર (ભ્‍ગ્‍લ્‍ઘ્‍), મહિલા સ્‍વાલંબન યોજના અને અભયમ 181 મહિલા હેલ્‍પલાઈન વગેરે યોજના વિશે વિગતવારમાહિતી આપવામાં આપી જરૂરી દસ્‍તાવેજો વિશે માર્ગદર્શન આપ્‍યું હતું. બાળલગ્ન અટકાવવા માટે ગ્રામનિવાસ દરમ્‍યાન ગ્રામજનોને જાગૃત કરવા માટે તમામ વિદ્યાર્થીઓ કામગીરી સોંપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ધરમપુરના પ્રોફેસર ડૉ.શૈલેષ સી. રાઠોડ, પ્રા. વર્ષાબેન પી.પટેલ, પ્રા.સકીનાબેન જી.પટેલ તેમજ કોલેજના સહાયક કર્મચારીઓ તેમજ શિબિરમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપી મેરેથોન યોજાઈ

vartmanpravah

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

Leave a Comment