June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.26: છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી જવા પામ્‍યું છે. તે દરમ્‍યાન શુક્રવારના રોજ વહેલી સવારે વાદળો ઘેરાવા સાથે સૂરજદાદાના દર્શન ラદુર્લભ થયા હતા. અને અચાનક વરસાદના છાંટા શરૂ થયા હતા. અને ઠંડો પવન ફૂંકાતા એક સમયે વાતાવરણ ઠંડુંગાર બની જવા પામ્‍યું હતું. જેના થોડા સમયના અંતરે ફરી વરસાદનું આગમન થયું હતું. અને માર્ગો પણ ભીંજાય જવા પામ્‍યા હતા. જોકે કેટલાક ગામોમાં તો નોંધપાત્ર વરસાદ વરસ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે બાદમાં વાતાવરણમાં બફારા પ્રમાણ વધી જવા પામ્‍યું હતું.
હાલે ચીખલી તાલુકા સહિત સમગ્ર વિસ્‍તારમાં લગ્નની મોસમ જામેલી હોય મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગો વચ્‍ચે વહેલી સવારે વરસાદનું આગમન થતા લગ્નના આયોજકોમાં ઉચાટ ફેલાવા પામ્‍યો હતો. અને દોડધામ વધી જવા પામી હતી. જોકે બાદમાં વાતાવરણ ખુલી જતા રાહત થવા પામી હતી.
બીજી તરફ માવઠાથી કેરી સહિતના ખેતીપાકોને પણ નુકશાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ જવા પામી હતી.

Related posts

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

હનમતમાળ PHC સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્‍તદાન કેમ્‍પયોજાયો

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

સરીગામ જીઆઈડીસી સહિત સમગ્ર તાલુકામાં કેમેરાથી શુટીંગકરી બ્‍લેકમેઈલ કરનાર ટોળકીનો વધેલો આતંક

vartmanpravah

Leave a Comment