December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝેનીથ ડોક્‍ટર હાઉસના ઓર્થોપેડિક સર્જન ડૉ.પાર્થ પંચાલનું નાઈજેરિયામાં આંતરરાષ્‍ટ્રીય સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ઝેનીથ ડોક્‍ટર હાઉસ માટે ગૌરવની બાબત છે કે હોસ્‍પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ. પાર્થ પંચાલ પેલ્‍વિક ફ્રેક્‍ચર, સ્‍કેપ્‍યુલા, અને કલેવિકલ ફ્રેક્‍ચર જેવા દુરગમ અને જટિલ સર્જરીના નિષ્‍ણાત તરીકે પ્રખ્‍યાત છે. ડૉ.પાર્થ તેમની અસામાન્‍ય કુશળતા અને અનુભવને કારણે આંગળીએ વેઢે ગણાય એવા મોખરાના ઓર્થોપેડિક સર્જનોમાં સ્‍થાન ધરાવે છે.
હાલમાં જ ડૉ.પાર્થને નાઈજેરિયામાં યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય ઓર્થોપેડિક કોન્‍ફરન્‍સમાં લાઈવ સર્જરી નિદર્શન માટે આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. એમાં તેમણે એવા પાંચ કોમ્‍પ્‍લિકેટેડ ફ્રેક્‍ચર સર્જરીના લાઈવ પ્રદર્શન કરી વિવિધદેશોના સર્જનોને પ્રભાવિત કર્યા હતા. ડૉ.પાર્થના કાર્ય માટે નાઈજેરિયાની ઓર્થોપેડિક સોસાયટી દ્વારા તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
કોન્‍ફરન્‍સ દરમ્‍યાન નાઈજેરિયાના ઓર્થોપેડિક સર્જનોએ તેમની ટેક્‍નિકને નજીકથી શીખવા માટે ભારત આવવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી, જેને ડૉ.પાર્થે ખુશીથી સ્‍વીકારી છે. આ ઉપરાંત, ભારતના અનેક રાજ્‍યોમાંથી પણ ઓર્થોપેડિક સર્જનો ડૉ.પાર્થ પાસેથી આ પ્રકારની સર્જરીના તાલીમ માટે આવ્‍યા છે. હવે વિદેશી સર્જનો પણ તેમની પદ્ધતિ શીખવા માટે ભારત આવવાનું આયોજન કરી રહ્યા છે.
ડૉ.પાર્થની વિશેષતા એટલી બધી પ્રચલિત છે કે ગુજરાત અને મહારાષ્‍ટ્રની 30 થી વધુ હોસ્‍પિટલોમાં તેમને આવી જટિલ સર્જરી માટે આમંત્રિત કરવામાં આવે છે.
ડૉ.પાર્થના આ મહત્‍વના સન્‍માનના સમાચાર સાંભળીને ઝેનીથ ડોક્‍ટર હાઉસના ડોક્‍ટરો અને તબીબી આલમમાં આનંદની લાગણી છવાઈ છે.
ઝેનીથ ડોક્‍ટર હાઉસ માટે આ પ્રસંગ ગૌરવભર્યો છે અને મેડિકલ ક્ષેત્રે ડૉ.પાર્થ પંચાલના યોગદાન માટે તેમને વલસાડના તબીબી આલમે અભિનંદન અને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં શરદપૂર્ણિમા દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી પોષણ શક્‍તિ નિર્માણ(પી.એમ.પોષણ) યોજના અંતર્ગત દમણ જિલ્લાની પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલયોમાં કાર્યરત કૂક-કમ-હેલ્‍પરોની રસોઈ કળા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

Leave a Comment