October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ હાલર રોડ ઉપર આજે સોમવારે સવારે સ્‍થાનિક લોકોએ કચરાના ઢગલામાં આધાર કાર્ડ ફેંકાયેલા જોવા મળતા સ્‍થાનિક વિસ્‍તારમાં ચર્ચા સાથે કુતુહલનો મુદ્દો બની ગયો હતો.
વલસાડ હાલર રોડ ઉપર મળી આવેલ આધાર કાર્ડનો જથ્‍થો અનેક સવાલ ઉભા કરે છે. અહીં આધાર કાર્ડ કોંણ નાંખી ગયું જે સાચાં છે કે ખોટાં તે તપાસનો મુદ્દો બની ગયો છે. જો સાચાં હોય તો સરકારી કામગીરીની મોટી ક્ષતિ ઉજાગર થવાની શક્‍યતા છે તેથી આધાર કાર્ડ અંગે તળીયાઝાટક તપાસની માંગ ઉઠી છે. કારણ કે આ મોટી ગેરરીતિ સાબિત થઈ શકવાની શક્‍યતા ઈન્‍કારી શકાય એમ નથી. સરકારી વહિવટી તંત્રમાં આમ પણ ઘણી બધી બાબતોમાં રેલમશેલચાલતું હોય છે. તેનો પુરાવો સાબિત ત્‍યારે થશે કે તપાસમાં શું નિકળે છે. ત્‍યાં સુધી માત્ર પ્રશ્નાર્થ જ છે.

Related posts

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment