September 21, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્‍યાયની જન્‍મજયંતિ અવસરે ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રનનું ખાનવેલમાં આયોજન કરવામા આવ્‍યું હતું. જેને આરડીસી શ્રી ફરમન બ્રહ્માના હસ્‍તે લીલી ઝંડી બતાવી રવાના કરવામા આવી હતી. આરડીસીએ યુવાઓને ફિટનેશના માધ્‍યમથી પોતાના લક્ષ્ય પ્રત્‍યે અગ્રેસર રહેવા પ્રોત્‍સાહિત કર્યા હતા.
નહેરુ યુવા કેન્‍દ્રના જિલ્લા યુથ ઓફિસર મનસાનામાર્ગદર્શનમાં તથા જન નિર્માણ સંસ્‍થાના સહયોગ દ્વારા ફ્રીડમ રનનું આયોજીત કરવામા આવી હતી. જેનો ઉદેશ્‍ય જન ભાગીદારીથી જન આંદોલન અને ‘ફિટનેશનો ડોઝ અડધો કલાક રોજ’ને પૂર્ણ રૂપે સંદેશના માધ્‍યમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્‍યો હતો.
આ દોડ ખાનવેલ પોલીસ સ્‍ટેશનથી પ્રસ્‍થાન કરી ચૌડા ગ્રાઉન્‍ડ પર સંપન્ન કરવામાં આવી હતી. જેમા 100થી વધુ યુવાઓએ ભાગ લીધો હતો.વિજેતા દોડવીરને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
આ અવસરે ખાનવેલ સરપંચ શ્રી મારિયાભાઈ, શ્રી અરવિંદ પટેલ, શ્રી મુકેશભાઈ ગાવિત, શ્રી જીતેનભાઈ પટેલ, સ્‍પોર્ટ્‍સ વિભાગના સમન્‍વયક શ્રી મહેશભાઈ પટેલ, જન નિર્માણના પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રજાપતિ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડનાર ચીખલી મજીગામના સમર ગ્રુપના બે ડિરેક્‍ટરો અને એક કર્મચારીના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વધાવવા થનગની રહેલું દીવ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

Leave a Comment