(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
સેલવાસ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રામેશ્વર મંદિર રોડ લવાછા ખાતે કોરોના કાળ દરમ્યાન સદગત થયેલ મહાત્માઓના સ્મરણાર્થે ઓએચસી તેમજ કોરોના વોરિયર્સના સહયોગ સાથે રક્તદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામા આવ્યો હતો. આ કેમ્પમાં 145યુનિટ રક્ત એકત્ર થયું હતું.મેડિકલ કેમ્પમાં પણ સમાજના લોકોએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં મુંબઈથી ખાસ પદાધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. આ શિબિરમાં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની ટીમ વલસાડ રક્તદાનની ટીમ ભાનુશાલી સમાજના 48 ડોકટરોએ સેવા આપી હતી. શ્રી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા કેમ્પને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.