October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પોન્‍ઝી સ્‍કીમમાં રોકાણકારો ફસાયા: કરોડોનું ફુલેકુ ફેરવી સંચાલકો ફરાર થઈ ગયા

દશ વર્ષથી ચાલતી શ્રી સારણેશ્વર ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં ખંભાતી તાળા લાગી ગયા, રોકાણકારો-એજન્‍ટો સલવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીમાં પોન્‍ઝી સ્‍કીમ એક ક્રેડીટ સોસાયટી દ્વારા ચાલું કરીને સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા લોભામણી લાલચ આપી ઉઘરાણું કરવામાં આવ્‍યું હતું. ક્રેડીટ સોસાયટીના સંચાલકો ઓફિસને ખંભાતી તાળા લગાડી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી વાપીથી ફરાર થયાની ચોંકાવનારી હકિકત પ્રકાશમાં આવી છે. રોકાણકારો પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા અને ફરિયાદ લખાવવાની તૈયારી શરૂ કરી છે. છેલ્લા દશ વર્ષથી ક્રેડીટ સોસાયટી બેંકની જેમ ચાલતી હતી.
વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર જેવા વિસ્‍તારોમાં લોભામણી સ્‍કીમ ચલાવીને રોકાણકારો પાસે ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કરાવી ભૂગર્ભમાં ઉતરી જવાની વારંવાર બનતી ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવી વધુ એક ઘટના વાપીમાં ઘટી છે. વાપીમાં શ્રી સારણેશ્વર ક્રેડીટ સોસાયટી નામની નાણાકીય ઓફિસ કાર્યરત કરવામાં આવી હતી. સંચાલકો દ્વારા પોન્‍ઝી સ્‍કીમ ચાલું કરાઈ હતી. જેમાં સેંકડો લોકો પાસે મોટા વળતરનીલાલચ આપી રૂપિયાનું ઉઘરાણું ક્રેડીટ સોસાયટી દ્વારા ચલાવાઈ રહ્યું છે. સ્‍કીમ ચલાવવા એજન્‍ટોની પણ નિમણૂંક કરી હતી. થોડો સમય ઓફિસ કાર્યરત રાખી લોકોનો વિશ્વાસ જીતવો શરૂ કર્યો હતો. બાદ આજે અચાનક શ્રી સારણેશ્વર ક્રેડીટ સોસાયટીની ઓફિસને ખંભાતી તાળા લાગી ગયાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયાનું ફુલેકું પેરવી ક્રેડીટ સોસાયટીના સંચાલકો ફરાર થયા હતા. આજે ઓફિસે રોકાણકારો એકઠા થયા હતા. સેંકડો લોકોએ લાખો રૂપિયા જમા કરાવ્‍યા હતા. રોકાણકારો એકત્ર થઈને પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

સેલવાસ-નરોલીના રોયલ બારના સંચાલક શર્મા અને તેના સાગરીતો દ્વારા ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહના સાયલી પંચાયત દ્વારા મહિલાઓને વર્મી કમ્‍પોઝ અને સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે ટ્રેનિંગ અપાઈ

vartmanpravah

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

vartmanpravah

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment