February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટી ફર્સ્‍ટને લઈ પોલીસ અને બુટલેગરો વચ્‍ચે લાગી હોડ: 3 લાખના દારૂ સહિત 8 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને દબોચતી વલસાડ એલસીબી

પોલીસની ગાડીને ટક્કર મારી ભાગેલા બુટલેગરને ફિલ્‍મી ઢબે પીછો કરી નવસારી જિલ્લાની હદમાંથી ઝડપ્‍યો: ક્‍લીનર સહિત માલ ભરાવનાર અને મંગાવનાર વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: થર્ટી ફર્સ્‍ટ ડિસેમ્‍બર નજીક આવતા પૈસા કમાવાની હોડમાં બુટલેગરો યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્‍ન કરી રહી છે જ્‍યારે બીજી તરફ પોલીસ પણ એટલી જ સક્રિય બની આવા બુટલેરોને ઝભ્‍ભે કરી રહીછે. આમ થર્ટી ફર્સ્‍ટ ડિસેમ્‍બરને લઈ બુટલેગરો અને પોલીસ વચ્‍ચે હોડ લાગી હોય એવું નજરે આવે છે.
વલસાડ એલસીબી પોલીસ આજરોજ પોતાના વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન તેમને દમણથી દારૂનો જથ્‍થો ભરી એક પીકઅપ વાન નંબર એચઆર -73- 9375 નંબરની bolero મુંબઈથી અમદાવાદ જતા રોડ પર આવી રહી હોવાની બાતમી મળતા વલસાડ એલસીબીએ ખડકી હાઈવે સ્‍થિત એકતા હોટેલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી bolero પીકઅપ આવતા એલસીબીએ તેને રોકવાનો પ્રયાસ કરતા પિકઅપ ચાલકે પોતાની ગાડી ઊભી ન રાખી સર્વિસ રોડથી પરિયા રોડ તરફ ગાડી હંકારી ભાગી છુટયો હતો.
વલસાડ એલસીબીએ આ પીકઅપનો પોતાના ખાનગી વાહનમાં પીછો કરતા એક સમયે પીકઅપ ચાલકે પોલીસના આ ખાનગી વાહનને ટક્કર મારી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો પરંતુ ટક્કર મારવા છતાં હિંમત ન હારતા વલસાડ એલસીબીએ ફિલ્‍મી ઢબે આ બોલેરો પીકઅપનો પીછો કરી નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં મલ્‍યાધારા, કુવા ફળિયા અટગામ ચીખલી ખાતેથી આ પીકઅપ ચાલક બુટલેગર અહેસાન ઉર્ફે ચીકુ મજીદ મોટર વાલા ઉંમર વર્ષ 31 રહે ગ્રીનપાર્ક પ્‍લોટ નંબર 62 ભાગડાવાડા કોસંબાને દબોચી લીધો હતો.
તપાસ દરમિયાન પીકઅપમાંથીજુદી જુદી બ્રાન્‍ડનો રૂા.3,01,200 નો દારૂ સહિત 5 લાખની પીકઅપ મળી કુલ રૂા.8,01,200 ના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડી 31તદ્દ ડિસેમ્‍બર પહેલા મોટા જથ્‍થામાં દારૂ ઝડપવામાં વલસાડ એલસીબીને મોટી સફળતા મળી હતી ઝડપાઈ ગયેલો આ આરોપી અગાઉ પણ બે જેટલા ગુનાઓમાં સામેલ હોય આ રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્‍યું હતું.
વલસાડ એલસીબીએ આ બોલેરો પીકઅપનો ક્‍લીનર દેવાંગ ગણવતભાઈ રાઠોડ રહે.વલસાડ શાકભાજી માર્કેટ, જથ્‍થો ભરાવનાર હુસેન કાદર શેખ રહે.અનાવલ મસ્‍જિદ ફળિયુ મહુવા તથા મંગાવનાર જઈલો રહે.સુરત શહેર નામના ત્રણ આરોપીને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અતુલમાં યુવતિ સાથે વિડીયો ફોન ઉપર વાત કરવાના મામલે પરિવારને બંધક બનાવી ધમકી આપતા 12 વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

દમણના આંટિયાવાડ ખાતે વાપી કોચરવાના માથાભારે શખ્‍સ મિતેશ પટેલ અને સાગરિતોએ એક વ્‍યક્‍તિ ઉપર કરેલો પ્રાણઘાતક હૂમલો

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર યુવતિએ બે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યા : જી.આર.ડી.એ ઉગારી લીધી

vartmanpravah

દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્‍યોએ ખેંચેલી સીધી લાઈન

vartmanpravah

Leave a Comment