January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહ સુરત વિભાગે નવસારી જિલ્લામાં બનતા મોબાઈલ ચોરીના અનડિટેક્‍ટ ગુનાઓ શોધી કાઢવા માટે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલને સૂચના આપેલ જે અન્‍વયે એસ.ઓ.જી. નવસારી પી.આઈ. શ્રી પી.એ.આર્યને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપતા એસ.ઓ.જી. પી.એસ.આઈ. શ્રી પી.વાય. ચિત્ત તથા સ્‍ટાફે અલગ અલગ ટીમો બનાવી મળેલી બાતમીના આધારે તા.20-12-2024ના રોજ અ.હે. મહેન્‍દ્રભાઇ નેભાભાઇ તથા આ.પો.કો કાંતુભાઇ બાબુભાઇએ ચીખલી ખાતે આવેલ જલારામ ખમણ હાઉસના બિલ્‍ડીંગમાં ઉપર રૂમમાં રહેતા કારીગરોના મોબાઇલો ચોરી કરેલ જે પુરૂષ ઇસમ તથા મહિલા એક સફેદ કલરની મારૂતિ સુઝુકી સેલેરીયો કાર નં. જીજે-0પ-આરકે-7228ની લઈને સુરતથી નિકળેલ હોવાની અને સચિન તરફથી નવસારી ગ્રીડ તરફ આવનાર છે. જેથી મળેલ બાતમીના આધારે નવસારી રૂરલ પોલીસ સ્‍ટેશનમાંથી મહિલા પોલીસ કર્મચારીને બોલાવી નવસારી ગ્રીડ ઓવરબ્રીજ નીચે મેલડીમાતાના મંદિરની સામે વોચમાં રહી ચીખલી જલારામ ખમણ હાઉસ બિલ્‍ડીંગના કારીગરોના મોબાઈલ 3ની ચોરી કરનાર (1) માંગલાલ રૂમાલભાઈ રાજનટ, (2) માંગીબેન માંગીલાલ રાજનટ બંને રહેવાસીઃ સંતોષીનગર, ઝુંપડપટ્ટી, ડિંડોલી રોડ, નવાગામ, સૂરત મુળ રહે. નાડુલ ગામ, તા.દેસુરી, જી.પાલી (રાજસ્‍થાન)નેચોરીના ગુનો અંજામ આપવામાં ઉપયોગમાં લીધેલ સેલેરીયો કાર જેની કિં. રૂ. 2,00,000 તથા આરોપીની અંગઝડતીમાંથી મળેલ મોબાઈલ નં.2 જેની કિં.રૂ.6500 મળી કુલ્લે રૂ. 2,06,500ના મુદ્દામાલ સાથે નવસારી એસ.ઓ.જી.ની ટીમે પકડી પાડયા હતા.
પોલીસ દ્વારા કરાયેલ પૂછપરછ દરમિયાન આરોપીઓ દિવસ દરમિયાન ભીખ માંગવાનું કામ કરે છે અને તે દરમિયાન ચોરી કરવાનું સ્‍થળની રેકી કરી લઈ મધ્‍યરાત્રી દરમિયાન ફોર વ્‍હિલમાં આવી ચોરી કરતા હોવાનું કબૂલ્‍યું હતું. આરોપી માંગીલાલ રાજનટ સામે અગાઉ પણ સુરત શહેર પોલીસ સ્‍ટેશનમાં ગુના નોંધાયેલ છે.
પોલીસ દ્વારા કરાયેલ પૂછપરછ દરમિયાન આરોપીઓ દિવસ દરમિયાન ભીખ માંગવાનું કામ કરે છે અને તે દરમિયાન ચોરી કરવાનું સ્‍થળની રેકી કરી લઈ મધ્‍યરાત્રી દરમિયાન ફોર વ્‍હિલમાં આવી ચોરી કરતા હોવાનું કબૂલ્‍યું હતું. આરોપી માંગીલાલ રાજનટ સામે અગાઉ પણ સુરત શહેર પોલીસ સ્‍ટેશનમાં ગુના નોંધાયેલ છે. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Related posts

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

vartmanpravah

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

Leave a Comment