Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી દેસાઈવાડમાંથી પાંચ દિવસ પહેલાં લિફટમાં ચઢીને એક શિક્ષિકાનું અઢી તોલાનું મંગલસુત્ર ધોળે દિવસે ખરા બપોરે બેખોફ બની આરોપી ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. પોલીસે માત્ર પાંચમાં જ દિવસ મુંબઈ થાણાના ચેન સ્‍નેચરને વાપીમાંથી જ મંગલસુત્ર સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવાની સફળતા મેળવી છે.
વાપી પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્‍યારે એક શંકાસ્‍પદ કારને અટકાવી ચેકીંગ કર્યું હતું. તેમાં કાર ચાલકની સઘન પૂછપરછ કરતા તે ગભરાઈ ગયો હતો. પોલીસે કાર અને તેની ઝડતી લેતા તેની પાસેથી અઢી તોલાનુંમંગલસુત્ર મળી આવ્‍યું હતું. આ અંગે તે ચોક્કસ ખુલાસો નહી કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. નામ ઠામ પૂછપરછમાં આરોપીએ જણાવ્‍યા મુજબ કમલેશ રામાનંદ ગુપ્તા રહે.થાણે, મુંબઈ જણાવ્‍યું હતું તેમજ પાંચ દિવસ પહેલાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં મંગલસુત્રની ચિલઝડપ કરી હોવાના ગુનાની પણ કબુલાત કરી હતી. પોલીસ તપાસમાં એ પણ ખુલ્‍યુ છે કે કમલેશ ગુપ્તા ઉપર અગાઉ બે ગુના નોંધાયેલા છે.

Related posts

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સ સમિતિની બેઠક મળી

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્ન ઉત્‍સુક યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાયો

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment