October 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અમધા બ્રાહ્મણ ફળિયામાં નવનિર્મિત અમરતલાલ ઝવેરી વિદ્યાલયની કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, સંસ્‍થાના સંચાલકો, અને ગ્રામજનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ પોતાના વક્‍તવ્‍યમાં આદિવાસી દીકરીઓના શિક્ષણ માટે સરકાર અને સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા થતા પ્રયત્‍નોને બિરદાવ્‍યા. તેમણે જણાવ્‍યું કે, ‘‘આદિવાસી વિસ્‍તારોમાં શિક્ષણની જરૂરિયાતને પૂરી કરવામાટે અનેક સરાહનીય પ્રયત્‍નો થઈ રહ્યા છે. આ નવા ગર્લ્‍સ હોસ્‍ટેલની સ્‍થાપના આદિવાસી દીકરીઓ માટે આશીર્વાદ સમાન છે.”
તેમણે ઉમેર્યું કે, સમાજના એકત્રિત પ્રયાસોથી આવી સેવાના કાર્યક્રમો સફળ બની રહ્યા છે. ‘‘દીકરીઓના સર્વાંગી વિકાસ માટે વિશ ફાઉન્‍ડેશન જેવાં સંસ્‍થાઓએ આ પ્રોજેક્‍ટ જેમનો માટે ઊભો કર્યો છે તે ખુબજ પ્રશંસનીય છે,” એમ તેમણે જણાવ્‍યું હતું.
નવનિર્મિત આ ગર્લ્‍સ હોસ્‍ટેલમાં આદિવાસી વિસ્‍તારોના અંતરિયાળ વિસ્‍તારમાંથી ભણવા આવતા જરૂરીયાતમંદ દીકરીઓ માટે અનુકૂળ વ્‍યવસ્‍થાઓ ઉભી કરવામાં આવી છે. આ હોસ્‍ટેલમાં આધુનિક ટેકનોલોજી સાથે કોમ્‍પ્‍યુટર લેબ, પ્રયોગશાળા, અને અદ્યતન શૈક્ષણિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉપલબ્‍ધ છે, જે છાત્રાઓના કૌશલ્‍ય વિકાસમાં મદદરૂપ થશે. દીકરીઓના ભણતરમાં કોઈ મુશ્‍કેલી ન આવે તે માટે આ હોસ્‍ટેલ અનોખું ઉદાહરણ છે.
વિશ ફાઉન્‍ડેશન દ્વારા ઓર્ગેનાઈઝ કરાયેલ આ પ્રોજેક્‍ટનું ઉદ્દેશ્‍ય એ છે કે માતા-પિતાઓ તેમના બાળકોના ભવિષ્‍ય માટે ચિંતા વિના તેમને ભણવા મોકલી શકે. સુવિધાઓથી સજ્જ આ હોસ્‍ટેલ દીકરીઓના સુખદ રહેવાનું અને શૈક્ષણિક કાર્યમાં પ્રોત્‍સાહન આપે છે.
આ લોકાર્પણ સમારંભે વિવિધ મહાનુભાવોએ હાજરી આપી. કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈગાંવિત, સરપંચો સહિત ગામના અગ્રણીઓએ કાર્યક્રમને ગૌરવવંત બનાવ્‍યો. વિશ ફાઉન્‍ડેશનના સંચાલક મંડળે આદિવાસી ક્ષેત્રના શિક્ષણ માટે કરાયેલા આ યોગદાનને વધુ મજબૂત બનાવવા માટે સમર્થન આપવા આહ્વાન કર્યું.
દીકરીઓ માટે નવી શરૂઆત
આ ગર્લ્‍સ હોસ્‍ટેલનો લાભ આદિવાસી વિસ્‍તારોની અનેક દીકરીઓને મળશે, જે હાલ શૈક્ષણિક સુવિધાઓના અભાવને કારણે ભણવામાં મુશ્‍કેલીનો સામનો કરે છે. આ શ્રેષ્ઠ ઉદાહરણ દ્વારા આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ માટેની એક નવી શરૂઆત થશે.
વિશ ફાઉન્‍ડેશનના આ અભિગમથી આદિવાસી દીકરીઓ માટે ભણતરની નવી દિશા અને અભૂતપૂર્વ પ્રગતિની આશા જાગી છે.

Related posts

દાનહમાં બે જુથ વચ્‍ચે જુની અદાવતને લઇ થયેલ ગેંગવોર બાદ પોલીસે દાખલ કર્યો ક્રોસ કેસ

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

વલસાડ બ્રહ્મસમાજનું ગૌરવ, શિવાની આચાર્ય પીએચડી થયા

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

Leave a Comment