(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના શારીરિક પ્રશિક્ષક ડો.પ્રફુલ પટેલનાં નેતા હેઠળ બીબીએ, બી.કોમ, બી.એસસી, બીસીએ, એમ.કોમ, અને એમ.એસસી વિભાગમાં વિવિધ પ્રકારના રમતો દ્વારા રમતોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આગવી ઓળખ ઉભી કરી વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ચેસ રમતમાં પ્રથમ ક્રમે એફવાયબીએસસીની વિદ્યાર્થીની પટેલ ખુશી અનેએફવાયબીસીએનો વિદ્યાર્થી કટકર હર્ષ જ્યારે બીજા ક્રમે એફબાયબીબીએની વિદ્યાર્થીની સિંઘ પુષ્પા અને ટીવાયબીસીએનો વિદ્યાર્થી પ્રજાપતિ આશિષ આવ્યા હતા. કબડ્ડી રમતમાં પ્રથમ ક્રમે એફવાયબીબીએની ટીમ અને બીજા ક્રમે એસવાયબીસીએની ટીમ આવી હતી. ટેબલ ટેનિસ રમતમાં પ્રથમ ક્રમે એસવાયબીબીએની વિદ્યાર્થીની ચૌધરી રમીલા અને એસવાયબીબીએનો વિદ્યાર્થી મહેતા યુગ જ્યારે બીજા ક્રમે એસવાયબીસીએની વિદ્યાર્થીની ધિંગવા દુર્ગા અને ટીવાયબીસીએનો વિદ્યાર્થી ગોરી ફરદીન આવ્યા હતાં. મહિલા કિર્કેટ રમતમાં પ્રથમ ક્રમે એસવાયબીસીએની ટીમ અને બીજા ક્રમે બી.કોમ ગુજરાતી માધ્યમની ટીમ વિજેતા બની હતી. આમ દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાની કળા કૌશલ્ય વિકસાવી આગવું સ્થાન ધરાવી પોતાની આવડતને પ્રદર્શિત કરી સારો એવો દેખાવ કરી વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરી રહ્યા છે. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા સંસ્થાના ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ, ઈન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી અને સુરભી ચૌધરીએ શુભેચ્છાઓ પાઠવી હતી તથા કોલેજ કેમ્પસમાં દરેક વિભાગના અધ્યાપકોએ આનંદની લાગણી અનુભવી અભિનંદન પાઠવ્યા હતા.