Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ ગ્રામસભા રસ્‍તાના મુદ્દે જમીન માલિકો આમને સામને આવતા સભા તોફાની બની

ગ્રામસભામાં આયુષ્‍યમાન યોજનાઅને કિસાન નિધિ યોજના અંગે લાભાર્થીઓને માર્ગદર્શન અપાયુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લાની સૌથી મોટી ગણાતી ચણોદ ગ્રામ પંચાયતમાં આજે ગુરૂવારે ગ્રામસભા યોજાઈ હતી. જો કે રસ્‍તાના મામલે બે જમીન માલિકો આમને સામને આવી જતા સભા તોફાની બની હતી.
ચણોદ ગ્રામ પંચાયતમાં આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સભામાં ઉપસ્‍થિત સરકારી અધિકારીઓએ ગ્રામજનોને આયુષ્‍યમાન યોજના અને કિસાન નિધિ યોજનાનો લાભ લેવા ભલામણ કરી હતી. ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ગામમાં ખુલ્લી ગટરને કારણે સર્જાતી ગંદકી સહિત સમસ્‍યાઓ રજૂ કરવામાં આવી હતી. સભા સામાન્‍ય રીતે ચાલી રહી હતી ત્‍યાં ગામમાં આવેલ પ્રાઈવેટ જમીનમાંથી રસ્‍તો કાઢવાનો ઠરાવ પંચાયતે કર્યો હતો તેમાં જમીન માલિકે વિરોધ કરતા અન્‍ય એક જમીન માલિક આમને સામને આવી જતા તુ તુ મેં મેં નો માહોલ ઉભો થયો હતો. જેથી સભાનું વાતાવરણ ગરમાઈ ગયું હતું. મામલો વધુ ઉગ્ર બનતા સરપંચ અને તલાટીએ દરમિયાનગીરી કરી સિવિલ કોર્ટનો સહારો લેવાનું જણાવી ચાલતી પકડી હતી. ગ્રામસભામાં સ્‍થાનિકોને જ સભ્‍યપદ હોવાની પણ રજૂઆત થઈ હતી.

Related posts

સરીગામ જીઆઇડીસી અને પ્રદૂષણ એકબીજાના બની રહેલા પર્યાય : કરજગામ નજીક એન્‍જિનિયરિંગ ઝોનમાં ખુલ્લામાં છોડવામાં આવેલું કલરયુક્‍ત પ્રદૂષિત પાણી

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ આદિમ જુથના આવાસો, સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંકના મુદ્દા ગાજ્‍યા

vartmanpravah

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

vartmanpravah

Leave a Comment