December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલામાં અન્‍ડર વોટર ટનલ માછલીઘર અનેએમ્‍યુઝમેન્‍ટ પાર્કનો પ્રારંભ : બે મહિના સુધી ચાલશે

ભારતના સૌથી મોટા એમ્‍યુઝમેન્‍ટ પાર્કમાં 200 પ્રકારની માછલીઓનું એક્‍વેરિયમ સહિત વિવિદ રાઈડનું અદભુત આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ચલામાં ભારતના સૌથી મોટા અન્‍ડર વોટર ટનલ તથા માછલીઓના એક્‍વેરિયમનો ગુરૂવારે સાંજે પ્રારંભ થયો હતો. આ એમ્‍યુઝમેન્‍ટ પાર્કમાં અનેક વિવિધ આકર્ષણનો મસાવેશ કરાયો છે. પાર્ક બે મહિના સુધી ચાલુ રહેનાર છે.
ચલામાં અન્‍ડર વોટર ટનલ, માછલી ઘર અને એમ્‍યુઝમેન્‍ટ પાર્કનું ઉદ્દઘાટન વાપી પાલિકાના ઉપ પ્રમુખ દેવલબેન દેસાઈ અને સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન મનોજ પટેલના હસ્‍તે કરાયું હતું. આ નેશનલ કન્‍ઝ્‍યુમર ફેરમાં 200 પ્રકારની માછલીઓનું આકર્ષક એક્‍વેરિયમ, અવનવી રાઈડ્‍સ તથા ચીજવસ્‍તુ સહિત ખાણીપીણીના સ્‍ટોલ ઉભા કરવામાં આવ્‍યા છે. ઉદ્દઘાટન પ્રસંગે દેવલબેન દેસાઈએ જણવા્‌યું હતું કે, આયોજકોને ખુબ ખુબ શુભેચ્‍છા. એકવાર એમ્‍યુઝમેન્‍ટ પાર્ક અને માછલી ઘરની મુલાકાત લેવા જાહેર અપીલ કરી હતી. નેશનલ કન્‍ઝ્‍યુમર ફેર બેંગલોર દ્વારા કરાયેલ આયોજન વિશે મેનેજમેન્‍ટ સુનિલ નાયરે જણાવ્‍યું હતું કે, આવનારા ક્રિસમસ, નવુ વર્ષ, ઉત્તરાયણ જેવા ફેસ્‍ટીવલમાં લોકોને ભરપુર મનોરંજન પુરુ પાડશે. વિવિધ ઘર વપરાશની ચીજ,શ્રૃંગાર ચીજવસ્‍તુઓ, ખાણીપીણીના સ્‍ટોલ ઉભા કરેયાલ છે. માછલીઓના ખોરાક અને ઓક્‍સિજનની પર્યાપ્ત સુવિધા ઉભી કરાઈ છે. જે કેરાલા, તામિલનાડુ અને બંગાળમાંથી મંગાવાયા છે.

Related posts

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

vartmanpravah

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

vartmanpravah

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા આવી પહોંચી

vartmanpravah

Leave a Comment