(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: આજરોજ તા.20/12/2024 ના ડિબેટ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરના મારફત મહામાહિમ રાષ્ટ્રપતિશ્રી ભારત સરકારને ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીનું જાહેરમાં અપમાન કરતા ગૃહમંત્રી પદેથી તાત્કાલીક રાજીનામું આપવા અને દેશવાસીઓની જાહેરમાં માફી માંગવા બાબતે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા માગ કરવામાં આવી હતી.
તાજેતરમાં ભારતના સંસદ ભવનના ચાલુ ગૃહમાં ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબનું વારંવાર આંબેડકર શબ્દો બોલી તોચડું વર્તન કરી ડો. આંબેડકર નામ આજકાલ ફેશન બની ગઈ છે. તેવા તુચ્છ શબ્દો ઉચ્ચારી ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરનું હળાહળ અપમાન કરેલ છે. જેથી હમારી લાગણી દુભાણી છે. ડો.બાબા સાહેબ આંબેડકરનું નામ ફેશન નહી ગૌરવ છે. અમિત શાહે સમજવુ જોઈએ કે હાલમાં તે તડીપાર નથી દુર્ભાગ્ય રીતેદેશના ગૃહ મંત્રી છે. ભારતીય સંવિધાના પિતાનું અપમાન કરનારે બંધારણીયા હોદા ઉપર રહેવાનો કોઈ જ અધિકાર નથી અને તેઓ ઈતિહાસ પણ જાણતા નથી કે ‘‘ડો. બાબા સાહેબ આંબેડકરે શા માટે રાજીનામું આપેલ.” હમો તેને ઈતિહાસ પણ ભણાવવા માંગીએ છીએ. અને અમિત શાહ જાણી લો… ડો.બાબા સાહેબ આંબેડકરે મંત્રીપદેથી રાજીનામુ એટલા માટે આપેલ કે ડો.બાબા સાહેબે જ્યારે હિન્દુ કોડ બીલ સંસદમાં રજુ કર્યુ ત્યારે તમારા પુર્વજોએ જેનો વિરોધ કરેલ અને મહિલાઓને હકોથી વંચિત કરવા નિર્થક પ્રયાસ કરેલ. અને તમારા પુર્વજોએ ડો.બાબા સાહેબ આંબેડકરના પુતળાનું દહન કરતા હતાં. તેથી ડો.બાબા સાહેબ નારાજ થયેલ અને જે બીલ જવાહરલાલ નહેરુએ ત્રણ ભાગમાં 1952ની પ્રથમ ચૂંટણી જીત્યા બાદ પાસ કરેલ છે. જેના કારણે હિન્દુ મહિલાઓને તમામ પ્રકારના હકક મળી રહ્યા છે. અને ડો.બાબા સાહેબ આંબેડકરે બક્ષીપંચના કમીશનની નિમણુકની માંગ કરેલ જે પણ ખુબ જ મોડી સ્વીકારાતા બે મુદા તરત જ ન સ્વીકારવાના કારણે ડો.બાબા સાહેબ આંબેડકરે મંત્રી પદેથી રાજીનામું આપેલ. અને ડો.બાબા સાહેબ આંબેડકર હારી ગયા બાદ પણ તેમના જ્ઞાનનો લાભ દેશને મળે તે હેતુથી કોંગેસ ડો.બાબા સાહેબ આંબેડકરજીને સંસદમાં લઈગયેલા અને સંવિધાન આ દેશને ભેટ આપી ગયા જે સંવિધાનની બદોલત અમિત શાહ ગૃહ મંત્રીના હોદા ઉપર રહીને ડો.બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે. તે ખુબ જ હિણપત ભરી માનસિકતા છે. અમિત શાહે તેના પુર્વજોના પાપો ધોવા જોઈએ કારણ કે આવા નીચી માનસિક ધરાવતા ઉચ્ચ કહેવાતા લોકો એજ દલીતો પિડીતો શોશીતો ઓબીસી, આદિવાસી અને મહિલાઓના અધિકારોનું હનન કરી એક માનવીને માનવી સમજેલ નહી. અને પશુવત અત્યાચાર આચરેલ આ પાપના કારણે આવા લોકોના પુર્વજોને સ્વર્ગ તો જ મળે પરંતુ નરકમાં પણ જગ્યા ન મળતા ભટકી રહ્યા છે. જેના મોક્ષ માટે આવા વંશજોએ તેના પુર્વજોના મોક્ષ માટે જાતિવાદી વિરોધી કાયદા બનાવી લોકોમાં સમાનતાની ભાવના લાવવા મનુવાદને ખતમ કરવો જોઈએ. અને ગૃહમંત્રી તાત્કાલીક રાજીનામુ આપે અને દેશની જાહેરમાં માફી માંગે તેવી અમારી માંગ છે. અમિત શાહ રાજીનામું ન આપે તો પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.
જ્યાં ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખશ્રી યોગેશભાઈ ગરાસિયા, સમાજિક આગેવાન વિજયભાઈ અટારા, સામાજિક આગેવાન કમલેશ પટેલ, સામાજિક આગેવાન ઉત્તમ ગરસીયા, તામસડી ગામના સામાજિક આગેવાન દેવુંભાઈ હાજર રહ્યા હતા.
