ભારતના સૌથી મોટા એમ્યુઝમેન્ટ પાર્કમાં 200 પ્રકારની માછલીઓનું એક્વેરિયમ સહિત વિવિદ રાઈડનું અદભુત આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપી ચલામાં ભારતના સૌથી મોટા અન્ડર વોટર ટનલ તથા માછલીઓના એક્વેરિયમનો ગુરૂવારે સાંજે પ્રારંભ થયો હતો. આ એમ્યુઝમેન્ટ પાર્કમાં અનેક વિવિધ આકર્ષણનો મસાવેશ કરાયો છે. પાર્ક બે મહિના સુધી ચાલુ રહેનાર છે.
ચલામાં અન્ડર વોટર ટનલ, માછલી ઘર અને એમ્યુઝમેન્ટ પાર્કનું ઉદ્દઘાટન વાપી પાલિકાના ઉપ પ્રમુખ દેવલબેન દેસાઈ અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનોજ પટેલના હસ્તે કરાયું હતું. આ નેશનલ કન્ઝ્યુમર ફેરમાં 200 પ્રકારની માછલીઓનું આકર્ષક એક્વેરિયમ, અવનવી રાઈડ્સ તથા ચીજવસ્તુ સહિત ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉદ્દઘાટન પ્રસંગે દેવલબેન દેસાઈએ જણવા્યું હતું કે, આયોજકોને ખુબ ખુબ શુભેચ્છા. એકવાર એમ્યુઝમેન્ટ પાર્ક અને માછલી ઘરની મુલાકાત લેવા જાહેર અપીલ કરી હતી. નેશનલ કન્ઝ્યુમર ફેર બેંગલોર દ્વારા કરાયેલ આયોજન વિશે મેનેજમેન્ટ સુનિલ નાયરે જણાવ્યું હતું કે, આવનારા ક્રિસમસ, નવુ વર્ષ, ઉત્તરાયણ જેવા ફેસ્ટીવલમાં લોકોને ભરપુર મનોરંજન પુરુ પાડશે. વિવિધ ઘર વપરાશની ચીજ,શ્રૃંગાર ચીજવસ્તુઓ, ખાણીપીણીના સ્ટોલ ઉભા કરેયાલ છે. માછલીઓના ખોરાક અને ઓક્સિજનની પર્યાપ્ત સુવિધા ઉભી કરાઈ છે. જે કેરાલા, તામિલનાડુ અને બંગાળમાંથી મંગાવાયા છે.