July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના દાદરા ઇન્‍ડસ્‍ટ્રીઝ એસ્‍ટેટમાં આવેલી ગ્રોવર એન્‍ડ વીલ ઇન્‍ડિયા લિમિટેડ કંપનીમાંલાયન્‍સ આઈ હોસ્‍પિટલ-વાપીના સહયોગથી નિઃશુલ્‍ક નેત્ર ચિકિત્‍સા અને ચશ્‍મા વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં ડૉ. પ્રતિક શાહ અને ડો. ચારુ ચૌહાણ તથા એમની સહયોગી ટીમે સેવા આપી હતી. તપાસ દરમિયાન લોકોમાં નેત્ર દોષ જોવા મળ્‍યો હતો તેઓની ચકાસણી કરવામાં આવી હતી અને જેને ચશ્‍માની જરૂરત હતી તેઓને ચશ્‍મા, જેઓને દવાની જરૂરત હતી તેઓને દવા આપવામાં આવી હતી. જ્‍યારે જેઓમાં મોતિયાબિંદ જોવા મળ્‍યું તેવા 16 જેટલા લોકોના મોતિયાનું ઓપરેશન લાયન્‍સ આઈ હોસ્‍પિટલ વાપીમાં કરવામાં આવશે.
આ શિબિરમાં 1013 જેટલા લોકોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. જેમાં 700 ચશ્‍મા, 950 આઈ ડ્રોપ મફત આપવામાં આવ્‍યા હતા. આ અવસરે વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, દાદરાના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી રાકેશ કુમાર સિંહ, ડૉ. પ્રતિક શાહ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

vartmanpravah

કપરાડા દિક્ષલ ગામે થયેલ પેટ્રોલ પમ્‍પ લૂંટના વધુ બે આરોપી વાપીથી ઝડપાયા

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્‍યા જીવનભરના સંભારણાં

vartmanpravah

Leave a Comment