Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં. દ્વારા બિન્‍દ્રાબિન ખાતે યોજાયેલા સમૂહલગ્ન સમારંભમાં 7પ દંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં


પ્રદેશના આદિવાસી સમુદાયને લગ્નના ખોટા ખર્ચામાંથી બચાવવા પ્રશાસન દ્વારા વર્ષમાં બે વખત હોળી અને દિવાળીના ટાકણે સમૂહલગ્ન મહોત્‍સવનું થનારૂં આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ દીવ ગ્રામીણ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત દ્વારા બિન્‍દ્રાબિન મંદિર પરિસર ખાતે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં બિન્‍દ્રાબિન મંદિર પરિસર આંબોલી ગ્રામ પંચાયતમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ કલેકટર શ્રીમતી ભાન પ્રભાના હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ સમૂહલગ્નમાં કુલ 75 જોડાઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જીલ્લા પંચાયત દ્વારા સ્‍વયં સહાયતા સમૂહના સભ્‍યોની સક્રિય ભાગીદારીથી આયોજીત કરવામાં આવ્‍યોહતો. જેમણે દુલ્‍હનના શ્રૃંગાર, મંડપ, ભોજનની વ્‍યવસ્‍થા અને ભીડને કંટ્રોલ કરવા મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મહિલા સંગઠનોએ પોતાના ઉત્‍પાદોને વેચવા અને પ્રોત્‍સાહન આપવા માટે કાર્યક્રમ સ્‍થળ પર સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા.
35 દુલ્‍હનોને પોતાની રૂચિ મુજબ શ્રમવિભાગની મદદથી આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડમાં નોકરીની તક આપવામાં આવી છે. મેરેજ સર્ટીફીકેટ તાત્‍કાલિક જારી કરવા માટે મામલતદાર વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રશાસન દ્વારા દરેક 75 જોડાઓનું વીબીસીએચની મદદથી સિકલસેલની ચકાસણી કરવામાં આવી હતી.
તમામ જિલ્લા પંચાયત સભ્‍યો તથા સરપંચોએ આપેલા સૂચનોને ધ્‍યાનમાં લઈ પ્રશાસન દ્વારા હોળી અને દિવાળીના સમયે વર્ષમાં બે વખત સમૂહલગ્નના આયોજનનો નિヘય કરાયો છે.
આ અવસરે કલેકટર શ્રીમતી ભાનુ પ્રભા, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, જિલ્લા પંચાયત સીઈઓ ડો.અપૂર્વ શર્મા, ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન, જિલ્લા પંચાયતના અધિકારીઓ, જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

નવસારી વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે સભા સ્‍થળે 1 કિમીથી વધુ લંબાઈની બે વીજલાઈન નંખાઈ

vartmanpravah

મગરવાડા ગ્રા.પં.ના 10 સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપોનું એકીકરણ કરી ‘દુધી માતા મહિલા ગ્રામ સંગઠન’ની કરાયેલી રચના

vartmanpravah

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

Leave a Comment