(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલી ઉદ્યોગ સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરની ઉપસ્થિતિમાં આજે ડીએનએચઆઇએ દીવાલ પર લગાવવાના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ડીએનએચઆઇએના અધ્યક્ષ અજીત યાદવ, સચિવ આર.કે.નાયર, રાજન અગ્રવાલ, પ્રભાકર ગર્ગ, રાહુલ અહિરે, સુરેશ ગોયલ, અશ્વિન અગ્રવાલ, સુજેન્દ્ર રોય સૂમ્યા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2008થી ડીએનએચઆઇએ એસોસિએશને આખા વર્ષનું દીવાલ પર લટકાવવાનું કેલેન્ડરનું વિમોચન કરવાની પરંપરાને ચાલુ રાખી છે.
