January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04
દાનહ વનવિભાગ દ્વારા વન્‍ય જીવન સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. સપ્તાહ ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ડિયર પાર્ક ખાતે શાળાના વિદ્યાર્થીઓને ે વન્‍ય જીવન અને વન્‍ય પ્રાણીઓ અંગે મહત્‍વની વિગતો આપી હતી.સોમવારે સેલવાસમાં આવેલ નક્ષત્ર ગાર્ડન ખાતે નિબંધ સ્‍પર્ધાનુ આયોજન કરવામા આવ્‍યું હતું.
દર વર્ષે 2 ઓક્‍ટોબરથી 8મી ઓક્‍ટોબર દરમ્‍યાન વનવિભાગ દ્વારા વાઈલ્‍ડ લાઈફ વિકનું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત ઘેઘુર વનરાજી અને વન્‍ય પ્રાણી અભ્‍યારણ્‍ય ધરાવતા દાદરા નગર હવેલી ખાતે પણ વિવિધ પ્રવળતિના આયોજન કરવામા આવ્‍યા છે.
જે અંગે દાનહ વનવિભાગના રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી કિરણ પરમારે વિગતો આપી હતી કે વાઈલ્‍ડ લાઈફ વિક અંતર્ગત પ્રથમ દિવસે ડિયર પાર્ક અને લાયન સફારીમાં બાળકોને સહેલ કરાવી વન્‍ય જીવો અને વન્‍ય જીવન અંગે માર્ગદર્શન આપવામા આવ્‍યું હતું. જ્‍યારે સોમવારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દાદરા નગર હવેલી વનવિભાગ દરવર્ષે આ વિકનું આયોજન કરે છે વાઈલ્‍ડ લાઈફને પ્રમોટ કરવાના ઉદ્દેશ્‍યથી આ આયોજન કરવામા આવે છે.જેમાં વિદ્યાર્થીઓ માટે સ્‍લોગન ક્‍વિઝ કોમ્‍પિટિશન, કોલેજના વિદ્યાર્થીઓ માટે નેચર ટ્રેકિંગ સહિતની પ્રવળત્તિઓનું આયોજન કરવામા આવે છે, જેમાં દાદરા નગરની 50 જેટલી સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
દાદરા નગર હવેલીમા ડ્રાય ડેસીડયસ ફોરેસ્‍ટ છે જેમા સાગ, સિસમ, મહુડો, સાદડ જેવા વળક્ષોનું વાવેતર અને માવજત કરવામા આવે છે. એ ઉપરાંત લાયન સફારી પાર્કમા ગિરજા સિંહણ છે. દપાડા ડિયર પાર્ક ખાતે હરણ, ચિત્તલ પ્રકારના પ્રાણીઓ ઉપરાંત પક્ષીઓ માટેનુ રક્ષિત અભ્‍યારણ્‍ય છે મીની ઝૂ બટરફલાય પાર્ક સહિતના પાર્ક છે નક્ષત્ર આધારિત નક્ષત્ર વન છે જેની મુલાકાત માટે વર્ષમાં એકાદ લાખ પ્રવાસીઓ આવે છે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ વન્‍ય જીવનને જાણે પ્રકળતિની જાળવણી માટે જાગળત બને તેવા ઉદ્દેશ્‍યથી આયોજિત વાઈલ્‍ડ લાઈફ વિકમાં આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન રૂપે વન્‍ય જીવ, વન્‍ય જીવન પર લખેલા પુસ્‍તકો, વન્‍ય પ્રાણીઓના ફોટોગ્રાફસ પરની બુક પુરરકાર રૂપે આપવામા આવશે. એક સપ્તાહ સુધી ચાલનારા આ વન્‍ય જીવન સપ્તાહમાં વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર ભાગ લઈ રહ્યા છે.

Related posts

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

Leave a Comment