(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08 ચીખલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઉપાચાર્ય ડો.મુકેશભાઈ ડી.પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લધરા ગામની ભાવિકાબેન શંકરભાઇ પટેલે હિન્દી વિષયમાં શંકર શેષ કે નાટક એક વિશ્લેષણ વિષય પર કરેલ સંશોધન કાર્યને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા ગ્રાહ્ય રાખી ભાવિકાબેનને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમને ચીખલી કોલેજના ઉપાચાર્ય ડો.મુકેશભાઈ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.