Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

ધોરણ 9ની વિદ્યાર્થીની કુ. આલીશા ધીરજભાઈ પટેલ અને ધોરણ 10માં અભ્‍યાસ કરતી કુ. આફરિનબાનુ મહમદ મહેબૂબે જિલ્લા સ્‍તરીય ક્‍વીઝ સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમઃ પ્રાપ્ત કરેલું રૂા.10 હજારનું રોકડ ઈનામ અને ટ્રોફીઃ અમદાવાદ ખાતે યોજાયેલ સંઘપ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધામાં મેળવેલો ત્રીજો ક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : ભારતીય રિઝર્વ બેંક (આર.બી.આઈ.) 2016થી દર વર્ષે નાણાંકીય સાક્ષરતા સપ્તાહ (FLW) નું આયોજન કરે છે જેમાં ‘MSMEs’, ‘‘ધિરાણ શિસ્‍ત અને ઔપચારિક સંસ્‍થાઓ તરફથીક્રેડિટ” અને ‘‘ડિજિટલ નાણાંકીય સાક્ષરતા” સહિતના સંબંધિત વિષયો પર નાણાંકીય શિક્ષણ સંદેશાઓનો ઉપયોગ થાય છે. જે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક દ્વારા જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય ઉપર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી દમણના દમણવાડા ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક(અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. બંને વિદ્યાર્થીનીઓએ ક્‍વીઝ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળા અને દમણ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 27 જૂન, 2023ના રોજ ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય ઉપર દમણ ખાતે અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં મોટી દમણના દમણવાડાની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક(અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ 9માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની કુ. આલીશા ધીરજભાઈ પટેલ અને ધોરણ 10ની વિદ્યાર્થીની કુ. આફરિનબાનુ મહમદ મહેબૂબે જિલ્લા સ્‍તરે પ્રથમ ક્રમ મેળવ્‍યો હતો અને રૂા.10 હજારનું રોકડ ઈનામ તથા ટ્રોફી પ્રાપ્ત કરી હતી.
જ્‍યારે કેન્‍દ્ર શાસિત પ્રદેશ સ્‍તરીય અમદાવાદ ખાતે આયોજીત સ્‍પર્ધામાં ભાગ લઈ તૃતિય ક્રમ હાંસલ કર્યો હતો અને ગુજરાત એજ્‍યુકેશન ડાયરેક્‍ટર(પ્રાદેશિક નિયામક) શ્રી રાજેશ કુમારના હસ્‍તે રૂા.10 હજારનું રોકડ ઈનામ તથા ટ્રોફી પ્રાપ્ત કરી દમણ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ પ્રસંગે સંઘપ્રદેશ નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે પ્રદેશનું નામ રોશન કરનાર બંને વિદ્યાર્થીનીઓ તથા શાળાના આચાર્ય અને શિક્ષક શ્રી વિશાલ પટેલને અભિનંદન આપ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah

ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્‍વોરી એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

vartmanpravah

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

vartmanpravah

Leave a Comment