July 18, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

  • ખરડપાડા ગામેથી એક કંપની નજીક રોકડા પાંચ લાખ રૂપિયા પણ ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.06
દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણી માટે ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમ બનાવવામા આવી છે જેઓ દ્વારા તપાસ દરમ્‍યાન એક્‍સાઇઝ વિભાગની ટીમના સહયોગ દ્વારા ગાંધીગ્રામ વિસ્‍તારમાં રેડ પાડી 93420 રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો જથ્‍થો અને બે ગાડી જેની કિંમત 8.50 લાખ રૂપિયા મળી કુલ 943420 રૂપિયા કબ્‍જે કરી અંડર સેકશન 5, સેક્‍શન 8 દાનહ અને ડીડી ડયુટી રેગ્‍યુલેશન 2020 રૂલ્‍સ 25 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બીજા કિસ્‍સામાં ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમ દ્વારા ગાડીઓની ચેકીંગ ચાલી રહી હતી ત્‍યારે પ્રિન્‍સ પાઇપ કંપની ખરડપાડા નજીક એક ગાડીમાંથી પાંચ લાખ રૂપિયા રોકડા મળી આવ્‍યા હતા. જેને સીઝડ કરી સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં સોપવામા આવ્‍યા છે. આગળની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્‍ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો

vartmanpravah

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

દીવ સેવા કેન્‍દ્ર દ્વારા મધર ડેરી જૂનાગઢ ગ્રુપના હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટ માટે તનાવ મુક્‍ત જીવન અને મેડિટેશન વિષય પર વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

Leave a Comment