December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

  • યુ.કે.માં ટેલરિંગનું કામ જાણતી મહિલાઓની અધિક માંગ

  • દમણ જિ.પં.નાસભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે ઉપસ્‍થિત રહી મહિલાઓનું કરેલું ઉત્‍સાહવર્ધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
દમણ જિલ્લા પંચાયત દ્વારા ભારત સરકારની રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત પટલારા કોમ્‍યુનીટિ હોલ ખાતે આજે ટેલરિંગ ક્‍લાસનો આરંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં પટલારા અને મગરવાડા ગામની બહેનોએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
દમણ જિલ્લામાં પ્રશાસન દ્વારા મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે મશરૂમની ખેતી, પાપડ-અચારના ઉત્‍પાદન બાદ હવે ટેલરિંગ ક્‍લાસનો આરંભ કરાવાયો છે. દમણના ઘણાં લોકો યુ.કે. ખાતે સ્‍થાયી થયેલ છે. યુ.કે.માં ટેલરિંગનું કામ જાણતી મહિલાઓની માંગ પણ અધિક છે અને દમણમાં ઘરઆંગણે પણ મહિલાઓ સિલાઈ કામ દ્વારા પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ બની શકે છે.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
પ્રારંભમાં રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેઈનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ ખાનવેલ-દાનહના ડાયરેક્‍ટર શ્રી સુનિલ માલીએ ટેલરિંગની સાથે આત્‍મનિર્ભર બનવા માટેની રસાળ શૈલીમાં સમજ આપી હતી. આ કાર્યક્રમમાં પટલારાના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં એન.આર.એલ.એમ.ના સ્‍ટેટમિશન મેનેજર સુશ્રી દીક્ષા શર્મા, ડીસ્‍ટ્રીક્‍ટ મિશન મેનેજર શ્રી યોગેશ રાઠોડ, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર શ્રી ઉમેશ કિડેચાએ ભારે મહેનત કરી હતી.

Related posts

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

વાપીના સીએની ક્‍લાઈન્‍ટના 63.45 લાખ જી.એસ.ટી.ના નાણા નહી ભરી છેતરપીંડી કરતા ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment