July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણ કોમ્‍પલેક્ષના વાર્ષિક રમતોત્‍સવમાં પરિયારી અને દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળા સંયુક્‍ત રૂપે ચેમ્‍પિયન

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા નાયલા પારડીના બિરસા મુંડા મેદાન ખાતે આયોજીત કોમ્‍પલેક્ષ સ્‍તરના રમતોત્‍સવમાં મોટી દમણની 8 શાળાઓના વિદ્યાર્થીઓએ લંગડી, ખો-ખો, લીંબુ ચમચી, કોથળા દોડ, રીલે દોડ, 100 મીટર દોડ, સોયદોરો જેવી સ્‍પર્ધામાંલીધેલો ભાગ

રમતોત્‍સવને સફળ બનાવવા જિલ્લા સહાયક શિક્ષણ નિર્દેશક આર.કે.સિંઘ, જિલ્લા રમત-ગમત સમિતિના અધ્‍યક્ષ વિરેન્‍દ્ર પટેલ, મોટી દમણ કોમ્‍પલેક્ષ સમિતિના અધ્‍યક્ષ સુમનબેન પટેલ, સહાયક અધ્‍યક્ષ અરવિંદભાઈ સુમરાએ બજાવેલી સક્રિય ભૂમિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : કેન્‍દ્ર શાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ- દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ હેઠળ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્‍ય મથક દમણ ખાતે શિક્ષણ સચિવશ્રી, શિક્ષણ નિર્દેશકશ્રી, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રી તથા સહાયક શિક્ષણ નિર્દેશકશ્રીના માર્ગદર્શન હેઠળ તા.17 અને 18મી ડિસેમ્‍બર, 2024 એમ બે દિવસીય મોટી દમણ કોમ્‍પલેક્ષનો વાર્ષિક રમતોત્‍સવ બિરસા મુંડા મેદાન, નાયલા પારડી મુકામે યોજાયો હતો. તા.17મી ડિસેમ્‍બરના રોજ ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના ખો-ખો, કબડ્ડી, 100મીટર દોડ, રિલે દોડ જેવી રમતો મોટી દમણ કોમ્‍પલેક્ષમાં આવતી 8 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ વચ્‍ચે રમાડવામાં આવી હતી. જેમાં શહીદ ભગત સિંહ ઉચ્‍ચ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્‍યમ) પરિયારી અને લોકમાન્‍ય ટિળક ઉચ્‍ચ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્‍યમ) દમણવાડા બંનેના પોઇન્‍ટ સરખા થતાં બંને શાળાઓ ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાં સંયુક્‍ત રીતે કોમ્‍પલેક્ષ કક્ષાએ વિજેતા(ચેમ્‍પિયન) બની હતી.
તા.18મી ડિસેમ્‍બરના રોજ પ્રાથમિક વિભાગના લંગડી, ખો-ખો, લીંબુ ચમચી, કોથળા દોડ, રિલે દોડ, 100મીટર દોડ, સોયદોરો વગેરે રમતો વિદ્યાર્થીઓ વચ્‍ચે રમાડવામાં આવી હતી. જેમાં શહીદ ભગત સિંહ ઉચ્‍ચ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્‍યમ) પ્રાથમિક વિભાગમાં કોમ્‍પલેક્ષ કક્ષાએ વિજેતા (ચેમ્‍પિયન) બની. આ રમતોત્‍સવનું આયોજન શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી આર. કે. સિંઘ, જિલ્લા રમત-ગમત સમિતિના અધ્‍યક્ષ શ્રી વીરેન્‍દ્ર પટેલ, મોટી દમણ કોમ્‍પલેક્ષ રમત-ગમત સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી સુમનબેન પટેલ, સહાયક અધ્‍યક્ષ શ્રી અરવિંદભાઈ સુમરાએ મોટી દમણ કોમ્‍પલેક્ષ કક્ષાના રમતોત્‍સવને સફળ બનાવવા સક્રિય ભાગ ભજવ્‍યો હતો.
પ્રથમ દિવસે મોટી દમણ કોમ્‍પલેક્ષ રમતોત્‍સવ ઉદ્‌ઘાટન સમારોહમાં પરિયારી ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચશ્રી સંતોષભાઈ હળપતિ, સામાજિક કાર્યકર્તા શ્રી ભાવિકભાઈ હળપતિ, સહાયક શિક્ષણ નિર્દેશક (જિલ્લા પંચાયત) શ્રી આર.કે. સિંઘ, જિલ્લા રમત-ગમત સમિતિ અધ્‍યક્ષ શ્રી વીરેન્‍દ્ર પટેલ, બી.આર.સી. કૉ-ઓર્ડીનેટર શ્રીમતી ભાવિનીબેન દેસાઈ, સી.આર.સી. કૉ-ઓર્ડીનેટર શ્રી સુનીલભાઈ હળપતિ ઉપસ્‍થિત રહ્યા હતા. રમતોત્‍સવને ઉપ સરપંચશ્રી સંતોષભાઈ હળપતિ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો.પ્રથમ દિવસે તમામ રમતોમાં વિજેતા જાહેર થનાર વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ તરફથી ઇનામો અને મેડલ પરિયારી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી પંક્‍તિબેન પટેલ, સામાજિક કાર્યકર્તા શ્રી ભાવિકભાઈ હળપતિ, સહાયક શિક્ષણ નિર્દેશક (જિલ્લા પંચાયત) શ્રી આર. કે. સિંઘ, મોટી દમણ કોમ્‍પલેક્ષ રમત-ગમત સમિતિ અધ્‍યક્ષ શ્રીમતી સુમનબેન પટેલ, સહાયક અધ્‍યક્ષ શ્રી અરવિંદભાઈ સુમરાના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા હતાં. રમતોત્‍સવને બીજા દિવસે પણ પ્રાથમિક વિભાગના તમામ વિજેતા ખેલાડીઓને શિક્ષણ વિભાગ તરફથી ઇનામો અને મેડલ પરિયારી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, મોટી દમણ કોમ્‍પલેક્ષ રમત-ગમત સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી સુમનબેન પટેલ, સહાયક અધ્‍યક્ષ શ્રી અરવિંદભાઈ સુમરા અને મોટી દમણ કોમ્‍પલેક્ષમાં આવતી શાળાઓના ઇન્‍ચાર્જ હેડ માસ્‍તર અને સિનિયર શિક્ષકો તથા વ્‍યાયામ શિક્ષકોના હસ્‍તે આપવામાં આવ્‍યાં હતા. સમગ્ર રમતોત્‍સવનું સંચાલન પટલારા શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ ટંડેલે કર્યું હતું. પ્રથમ દિવસે મોટી દમણ કોમ્‍પલેક્ષ રમત-ગમત સમિતિના સહાયક અધ્‍યક્ષ શ્રી અરવિંદભાઈ સુમરાએ અને બીજા દિવસે મોટી દમણ કોમ્‍પલેક્ષ રમત- ગમત સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી સુમનબેન પટેલે શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત રમતોત્‍સવ માટે ઈનામો સહિત તમામ સાધન સામગ્રી ઉપલબ્‍ધ કરાવવામાટે અને તમામ ઉપસ્‍થિત મહેમાનોનો, વ્‍યાયામ શિક્ષકોનો, તમામ શાળાના શિક્ષકોનો તેમજ ખેલાડીઓના ઉત્‍સાહવર્ધન માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણાધિન રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારી-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment