Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
નાની દમણના કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સ્‍ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ રવિવારે ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ પર એક દિવસીયકાનૂની સાક્ષરતા અને જાગળતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શિબિરમાં વિશિષ્‍ટ જરૂરિયાતમંદ ધરાવતા બાળકો અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો, જ્‍યાં દમણના મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી.કોકાટે અને તજજ્ઞો દ્વારા માનસિક આરોગ્‍ય અને વિકલાંગતાના ક્ષેત્રમાં કાયદાના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય-કમ-સચિવ અને મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી. કોકાટેએ જણાવ્‍યું હતું કે, માનસિક આરોગ્‍ય ટીમ કચીગામ હોસ્‍પિટલમાં સતત માનસિક આરોગ્‍ય ક્ષેત્રે કાર્યરત છે. આરોગ્‍ય ક્ષેત્રમાં જ્‍યાં સુધી બની શકે ત્‍યાં સુધી વિશેષ જરૂરિયાતવાળા બાળકોને અને વાલીઓને સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્‍નશીલ છે. તેમણે વાલીઓને જણાવ્‍યું હતું કે, અમે માત્ર સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી બાળકોને સરકારી સુવિધાઓનો લાભ આપી શકીએ છીએ. વિશિષ્‍ટ બાળકો માટે માતા-પિતાઓએ જાગૃત રહેવુ અને તેમની જરૂરિયાતોને સમજવી ખુબ જ જરૂરી છે.

Related posts

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

પોલીસે પીછો કરતા બુટલેગર વલસાડ સિવિલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી ગયો

vartmanpravah

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

vartmanpravah

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

Leave a Comment