September 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવાપી

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

  • છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોલસાની કટોકટી અંગે સમાચાર જોરશોરથી વહી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
ભારતમાં કોલસાની કટોકટી ખૂટવાના અણસાર સાથે જવિજ ઉત્‍પાદન અને ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મંદીનું મોજુ ફરી વળ્‍યું છે. કોલસો ખૂટવાની અસર વાપીને પણ થઈ શકે છે. વાપીમાં કાર્યરત પેપરમિલો કોલસા બળતણ ઉપર આધારીત 40 ઉપરાંત 5ેપરમિલો બંધ થઈ શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી માધ્‍યમો દ્વારા દેશમાં કોલસો ખૂટી રહ્યો છે. તેવા સમાચારો બાદ તેની આડઅસરો પણ ધીરે ધીરે શરૂ થઈ ચૂકી છે. વાપીમાં 40 ઉપરાંત પેપર મિલો જો કોલસો નહી મળે તો બંધ થઈ શકે છે. તેવા સંકેત સાંપડયા છે.
તો બીજી તરફ વલસાડ વાપીના પ્રવાસે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેબીનેટ નાણાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને કેન્‍દ્રીય કૃષિ અને ખેડૂત કલ્‍યાણમંત્રી વાપીના પ્રવાસમાં હતા ત્‍યારે પણ તેમને કોલસાના પ્રશ્નોનો સામનો કરવો પડયો હતો. તેથી મંત્રીઓએ પણ હૈયા ધરપત આપવી પડી હતી કે કોલસો નહી ખૂટે પર્યાપ્ત જથ્‍થો છે તેવા ખુલાસા જાહેર કરવામાં પડયા હતા.

Related posts

શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ (ગ્રાન્ટેડ) શાળાનું ધો.૧૦નું પરિણામ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

vartmanpravah

Leave a Comment