October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.1ર
દમણ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ સક્રિય સભ્‍ય શ્રી રાજેન્‍દ્ર રસુલિયા એક માત્ર પર્વતારોહી દમણ-દીવ અને દદરા નગર હવેલીની ટીમ કિરણ પ્રજાપતિ, અબ્‍દુલ દમણિયા અને પદમા જૈવાલ દ્વારા વિદ્યુત ભવન દમણ શિક્ષણ સચિવ કાર્યાલયની એક વિશેષ બેઠકમાં ભારત સ્‍કાઉટ નેશનલ હેડક્‍વાર્ટર નવી દિલ્લીના આદેશાનુસાર દાદરાનગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ એકીકરણના પ્રદેશ સ્‍તરીય કમિટીના ગઠન માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રમુખ પદ માટે દરખાસ્‍ત રાખવામાં આવી હતી. જે શ્રીમતી પૂજા જૈનના સહર્ષ સ્‍વકારી સ્‍વીકારી દાનહ અને દમણ-દીવ સ્‍કાઉટ ગાઈડના કાર્યોની પ્રશંસા કરી હતી. ઉપરાંત સ્‍કાઉટની સંપૂર્ણ ટીમે કોરોનાકાળ સેવા કાર્યોની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, આવનારા સમયમાં સ્‍કાઉટ ગાઈડ વધુમાં વધુ સાર્થક સાબિત થશે.
જેમાં શ્રી રાજેન્‍દ્ર રસુલીયાએ સ્‍કાઉટ ગાઇડ પ્રવળત્તિઓ ઉપર વિગતવાર પ્રકાશ ફેંકતા જણાવ્‍યું હતું કે, સ્‍કાઉટ ગાઈડ એવી અસરકારક પ્રવળત્તિ છે જે વિશ્વભરમાં છે, જેમાં શિક્ષણની સાથે તે બાળકોને શારીરિક રીતે તંદુરસ્‍ત, માનસિક રીતે જાગળત અને નૈતિક રીતે ઉચ્‍ચ બનાવે છે, જેમાં સૌથી વધુ નાની ઉંમરે, તેમને રાષ્‍ટ્રપતિ પુરસ્‍કારથી પણ સન્‍માનિત કરવામાં આવે છે, જેમાં તેમણે જણાવ્‍યું હતું કે સ્‍કાઉટ ગાઈડની પ્રવળત્તિઓ વિશ્વ સેવા 153 દેશોમાં સતત સેવા અને ગણવેશ ધરાવતી સૌથી મોટી સંસ્‍થા છે, જે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ છેલ્લા 6 વર્ષથી. તે અત્‍યંત સક્રિય છે અને પ્રશાસન મુજબ સેવાનું યોગદાન આપવાનું ચાલુ રાખે છે.
ત્‍યારબાદ પદમા જૈવાલ દ્વારા શ્રીમતી પૂજા જૈનને મેસેન્‍જર ઓફ પીઝનો બૈઝ ભેટ આપી આજનાદિવસને યાદગાર બનાવ્‍યો હતો. શ્રીમતી પૂજા જૈનને સ્‍કાઉટ ગાઈડના તમામ પાસાઓ ઉપર ધ્‍યાન આપતા તમામ કાર્યોને જાણ્‍યા હતા અને સ્‍કાઉટ ચિન્‍હ, સ્‍કાર્ફ અને સલામનું વિશેષ મહત્‍વને સમજાવી, સ્‍કાઉટ ગાઈડ સેલ્‍યુટ કરી અભિવાદનના સ્‍વીકાર સાથે તમામનો આભાર માની જણાવ્‍યું હતું કે સ્‍કાઉટ ગાઈડ જેવા કાર્યો દાનહ અને દમણ-દીવની તમામ સ્‍કૂલો અને શિક્ષણ સંસ્‍થાઓમાં અંત્‍યંત જરૂરી હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

ચીખલી તાલુકામાં જુદા જુદા ૩ બનાવોમાં ઍક મહિલા સહિત ૩ના મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી અને સહ પ્રભારી સહિત ભાજપના આગેવાનોએ દમણના આદિવાસી નેતા ભાવિક હળપતિના ઘરે લીધેલું બપોરનું ભોજન

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોધાયો

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment