July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા ડિસ્‍ટ્રીકટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા લોકોની સુરક્ષા હેતુ 01લી જૂનથી આપદા પ્રબંધન પ્રાધિકરણ, કલેક્‍ટર ઓફિસ સેલવાસ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્‍યો છે અને જેની સેવા 15મી ઓક્‍ટોબર, 2023 સુધી અવિરત ચોવીસ કલાક ચાલુ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ મોન્‍સૂન દરમ્‍યાન ભારેવરસાદને કારણે ઉભી થતી કોઈપણ આપાત સ્‍થિતિ અને અપ્રત્‍યાશિત સ્‍થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગો સાથે આ નિયંત્રણ કક્ષ દ્વારા સમન્‍વય કરાશે. રોજીંદા વરસાદની નોંધણી, દાનહના ઉપરવાસમાં મધુબન ડેમ અને અથાલ પુલના જળસ્‍તર તથા તેના નિર્વહન અંગે જાણકારી મેળવવા માટે અથવા આપાતકાલીન સ્‍થિતિ/સંકટ સમયે કોઈપણ સહાયતા માટે નાગરિક હેલ્‍પલાઇન નંબર 1077, 0260-2412500 / 2630304, ફેક્‍સ નંબર 0260-264113 પર સંપર્ક કરી શકે છે. સાથે દાનહના નાગરિકો માટે વોટ્‍સએપ નંબર 08780001077 પણ સક્રિય કરવામાં આવ્‍યો છે. જ્‍યાં લોકો કોઈપણ આપાતકાલીન સ્‍થિતિમાં સંવાદ અને સંપર્ક કરી શકશે. ઉપરાંત આપદા પ્રબંધન પ્રાધિકરણ, દાનહના અધિકારીક ટવીટર હેન્‍ડલ @DNH_DMA પર પણ મોન્‍સૂન સંબંધિત જાણકારી ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.
હાલમાં ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી સંદર્ભે પણ આગામી 24 કલાકમાં દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં છુટાછવાયા વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે જેથી પ્રદેશના લોકોને સુરક્ષિત રહેવા અને ઝાડ નીચે આશરો નહીં લેવા પ્રશાસન દ્વારા તાકીદ કરાઈ છે.

Related posts

ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્‍થાનિક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

સેલવાસના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશનો શિરમોર ચુકાદો નરોલીની એક કંપનીના માલિકના પુત્રના અપહરણ અને ખંડણીના કેસમાં 6 આરોપીઓને આજીવન જેલની સજા

vartmanpravah

વાપી વિસ્‍તારમાં યોજાનાર ગણેશ મહોત્‍સવ સંદર્ભે પોલીસે 350 જેટલા ગણેશ આયોજકો સાથે મિટિંગ યોજી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

Leave a Comment