October 15, 2025
Vartman Pravah
સેલવાસ

દાનહના સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે જનતા દળ(યુ) સાથે જોડાણની કરેલી જાહેરાતનું એક વર્ષપૂર્ણ

  • મોહનભાઈ ડેલકરની ચિર વિદાય બાદ ડેલકર જૂથે કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારી નહીં ધરાવતી વિરોધી પાર્ટી સાથે કરેલું જોડાણ કેટલું કારગત નિવડશે..?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
બરાબર આજથી એક વર્ષ પહેલાં સાંસદ મોહનભાઈ ડેલકરે પત્રકાર પરિષદનું આયોજન કરી જનતા દળ(યુ) સાથે જોડાણ કરી રહ્યા હોવાની જાહેરાત કરી હતી અને દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર લડવાની પણ ઘોષણા કરી હતી અને તે પ્રમાણે તેમણે ઉમેદવારો પણ ઉભા રાખ્‍યા હતા.
જનતા દળ(યુ) સાથે જોડાણ કરવા માટેનું મુખ્‍ય કારણ તેમની કેન્‍દ્ર સરકાર સાથેની ભાગીદારી હતી. બરાબર એક વર્ષ બાદ મોહનભાઈ ડેલકરના જૂથે લોકસભાની પેટા ચૂંટણીમાં કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારીમાં નહીં હોય એવી પાર્ટી સાથે જોડાણ કરી આヘર્ય ફેલાવ્‍યું છે. કારણ કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ સીધો કેન્‍દ્ર સરકારના હસ્‍તક હોય છે. જેથી કેન્‍દ્રમાં જેમની પણ સરકાર હોય તેમના પ્રતિનિધિ માટે જે તે પ્રદેશમાં કામ કરવું આસાન રહેતું હોય છે.
ડેલકર જૂથ દ્વારા શિવસેનાની કરવામાં આવેલી પસંદગી આવતા દિવસોમાં કેવું પરિણામ લાવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરેઃ પરિણામ 2જી નવેમ્‍બરે

vartmanpravah

સેલવાસ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના આરોપીને ચોવીસ કલાકમાં જ ઝડપી પાડયા

vartmanpravah

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહમાં કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment