April 26, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના ઊંડાણના આદિવાસી વિસ્‍તાર દૂધની-સિંદોનીમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાનો સંકલ્‍પ

સંઘપ્રદેશનાપંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં દૂધનીના બોરિયાપાડા, સિંદોની સહિતના વિસ્‍તારના 4 ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ની બહેનો સાથે પાપડ, અચાર અને મશરૂમના ઉત્‍પાદન, વેચાણ અને વિતરણના સંદર્ભમાં કરેલી ચર્ચા-વિચારણા
દમણ જિ.પં.ના સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે દમણ જિલ્લામાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી દમણ જિલ્લામાં બહેનોએ આત્‍મનિર્ભર બનવા શરૂ કરેલી ક્રાંતિની આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15
સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં અધિકારીઓની ટીમે આજે દાદરા નગર હવેલીના ઊંડાણના વિસ્‍તારમાં આવેલ આદિવાસી ક્ષેત્ર દૂધની અને સિંદોનીની મુલાકાત લઈ ત્‍યાંના 4 ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ સાથે પાપડ, અચાર અને મશરૂમના ઉત્‍પાદન વિતરણ અને વેચાણના સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ જિ.પં.ના દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે દમણ જિલ્લામાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી બહેનો દ્વારા આત્‍મનિર્ભર બનવા તરફ થઈ રહેલા પ્રયાસની વિસ્‍તૃત જાણકારી આપી હતી.
દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અભિયાનમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ મહત્ત્વની કડી છે અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના મળી રહેલા સીધા સહયોગથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મહિલાઓને આત્‍મનિર્ભર બનવા માટે વિશાળ તક ઉપલબ્‍ધ થઈ રહી હોવાની પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી મોટી સંખ્‍યામાં બહેનોની હાજરી નિહાળી તેમને અભિનંદન પાઠવ્‍યા હતા અને પ્રશાસન તેમની સાથે ઉભું હોવાની લાગણી પણ દર્શાવી હતી.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર તરીકે પણ શ્રી ગૌરવસિંહ રાજાવત કાર્ય કરી ચુક્‍યા હોવાથી તેમની પ્રદેશના ઊંડાણના આદિવાસી વિસ્‍તાર સાથે સીધી પકડ છે. જેનો ફાયદો પણ ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ને મળી રહ્યો હોવાનો દેખાતો હતો. આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. વિવેક કુમાર આરડીસી શ્રી બ્રહ્મા તથા અધિકારીઓ અને એનઆરએલએમની ટીમ પણ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment