Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહીં: તકેદારી રાખવી જરુરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.25
દાદરા નગર હવેલીમાં નવા 02કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 04 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5911 કેસ રીકવર થઈ ચૂકયા છે, અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 53 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 02 વ્‍યક્‍તિનો કોરોના પાઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 08 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહી આવતા કુલ 02 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પ્રદેશમાં હાલમાં 02 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું રસીકરણ કરવામા આવ્‍યું હતું. જેમાં આજે 1696 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 387063 અને બીજો ડોઝ 178070 વ્‍યક્‍તિઓને આપવામા આછતા કુલ 565133 લોકોને વેક્‍સીન આપવામાઆવી છે.
જ્‍યારે દમણની વાત કરીએ તો, દમણમાં 51 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં 0ર કેસો સક્રિય છે. જ્‍યારે અત્‍યાર સુધીમાં 3514 લોકો રિકવર થઈ ચૂક્‍યા છે અને અત્‍યાર સુધીમાં 01નું મૃત્‍યુ થયેલ છે. દમણમાં હાલમાં નવો એકપણ કન્‍ટેઈનમેન્‍ટ ઝોન જાહેર નથી

Related posts

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

આજે વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ: મહામૂલ્ય પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળ સ્તર જાળવવા જિલ્લામાં રૂ.19992.86 લાખના ખર્ચે 2690 ચેકડેમ બનવાયા

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયકઃ દીવ જિલ્લામાં મહિલા મતદારોની બહુમતિ: દીવ જિલ્લાના કુલ 36,866 મતદારો પૈકી 20,149 મહિલા મતદારો

vartmanpravah

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

Leave a Comment