(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના સુરંગી પંચાયત દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્વચ્છતા અભિયાન’ ઝૂંબેશ અંતર્ગત અને સ્વચ્છતા સર્વેક્ષણ-2023 અંતર્ગત ‘‘સ્વચ્છતા કી જ્યોત જારી હૈ” ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય ‘હમ સબકો બાંધે સ્વચ્છતા કી ડોર, ચલો બઢે સ્વચ્છ ભારત કી ઔર’ જેમા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતીગ્રામજનોને સુખો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવા અને કચરો લેવા આવનાર વાહનમાં અલગ અલગ કચરો નાખવા જણાવ્યું હતું અને ગામમાં ગમે ત્યાં કચરો નહીં ફેંકવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.
આ અવસરે ગામના સરપંચ શ્રીમતી રંજનબેન, મંત્રી શ્રી રમેશભાઈ, શ્રી બારકુભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.