Vartman Pravah
સેલવાસ

દાનહમાં 1989થી 2009 સુધી ફક્‍ત ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં હતીઃ પૂર્વ સાંસદ નટુભાઈ પટેલે પરિવારવાદ ઉપર મારેલા ચાબખાં

સાંસદનીધિમાંથી 25 એમ્‍બ્‍યુલન્‍સ અપાતા આજે 108ની સેવા લોકો માટે આશીર્વાદ રૂપ બની
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 25
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે ભારપૂર્વક ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવાનું આહ્‌વાન કરતા જણાવ્‍યું હતું કે, 1989થી 2009 સુધી દાદરા નગર હવેલીમાં ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ કોઈ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ સુવિધા નહીં હતી. પરંતુ તેઓ સાંસદ બન્‍યા બાદ પોતાના સાંસદનીધિમાંથી 25 એમ્‍બ્‍યુલન્‍સ દાદરા નગર હવેલીની જનતાનાચરણોમાં સમર્પિત કરતા આજે 108ની સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની છે.
પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે મોદી સરકારના આગમન બાદ દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ, વિવિધ બ્રિજ સહિતના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, રીંગરોડ, ઈન્‍ટરનેશનલ સ્‍ટેડિયમ સહિતના વિકાસના કામો દ્વારા પ્રદેશની તસવીર બદલાઈ ચુકી છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીની મુક્‍તિના 57 વર્ષ સુધી બી.એ., બી.કોમ., બી.એસસી. થવા માટે કોઈ કોલેજ જ નહીં હતી. ત્‍યારે તેમણે તત્‍કાલિન ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે મસલત કરી દાદરા નગર હવેલીની સરકારી કોલેજને ગુજરાત યુનિવર્સિટીનું એફિલીએશન અપાવ્‍યું હતું.

Related posts

દાનહ એક્‍સાઈઝ વિભાગે લુહારીથી 174 બોક્ષ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં હિંમતનગરના ધારાસભ્‍ય વી.ડી.ઝાલાનો અભિવાદન સમારોહયોજાયો

vartmanpravah

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

Leave a Comment