(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: સેલવાસમાં રહેતો એક તરૂણ એના મિત્રો સાથે ફરવા જઈ રહ્યો છું એમ કહી ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર યશ ઉર્ફે નાકોલા અનિલ ઢોકે (ઉ.વ.16) વર્ષ રહેવાસી બાલાજી એપાર્ટમેન્ટ આમલી સેલવાસ જે ગત 3 ઓગસ્ટના રોજ બપોરે ત્રણેક વાગ્યે તેના મિત્રો જોડે આમલી ફુવારા સુધી ફરવા જાઉં છું એમ ઘરે કહીને ગયેલ જે મોડી રાત્રે પણ ઘરે આવેલ નહિ જે બાદ યશના મિત્રોનો તેમજ આજુબાજુ અને સગાં-વ્હાલાને ત્યાં તપાસ કરેલ પરંતુ મળી આવેલ નથી. આ છોકરા અંગે કોઈપણ જાણકારી હોય તો સેલવાસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ