Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

  • રાષ્‍ટ્રીય એક્‍તા જેવા મહત્‍વના દિવસ નિમિત્તે સાયકલ રેલી અને અન્‍ય કાર્યક્રમો યોજાવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.27
દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયે અગામી તા. 31મી ઓક્‍ટોબર, ર0ર1ના રોજ રાષ્‍ટ્રીય એક્‍તા દિવસની ઉજવણીના સંદર્ભમાં દીવના વિવેકાનંદ સભાખંડમાં કચેરીઓના પ્રમુખ અને તેમના હેઠળના કર્મચારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે દર વર્ષે 31 ઓક્‍ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિ ઉજવવામાં આવે છે. ભારતના પ્રથમ ગળહમંત્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિત્તે 2014 થી દર વર્ષે 31 ઓક્‍ટોબરને રાષ્‍ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગળહમંત્રી તરીકે સરકાર પટેલે 565 રજવાડાઓનું વિલિનીકરણ કરીને ભારતને એક રાષ્‍ટ્ર બનાવ્‍યું હતું. આ કાર્યને ધ્‍યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિત્તે રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ એકતા દિવસને દીવમાં ભવ્‍ય રીતે ઉજવવા માટે બેઠકમાં ચર્ચા કરવામાંઆવી હતી અને દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયે ઉપસ્‍થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના મંતવ્‍યો/સૂચનો આપવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં શ્રીમતી સલોની રાયે ભારત સરકારની કોરોના અંગેની માર્ગદર્શિકા અને સૂચનાઓનું પાલન કરવા સૂચના આપી હતી અને કાર્યક્રમ દરમિયાન તેનું ચૂસ્‍તપણે પાલન કરવાનું જણાવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મહત્‍વના દિવસ નિમિત્તે સાયકલ રેલી અને અન્‍ય કાર્યક્રમો યોજવામાં આવશે અને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવામાં આવશે.
આ બેઠકમાં દીવના પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર, એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈન, નાયબ જિલ્લા કલેક્‍ટર શ્રી હરમિન્‍દર સિંઘ, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી વૈભવ રિખારી, આરોગ્‍ય અધિકારી ડો.સુલતાન, કાર્યપાલક ઈજનેર, નાયબ હિસાબ નિયામક, મદદનીશ શિક્ષણ નિયામક અને અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપરાંત કચેરીના પ્રમુખ અને તેમના હેઠળના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન (વિંગસ ઓફ વિસડમ) યોજવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની બેઠક યોજાઈ

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

Leave a Comment