March 28, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી માટે દાનહમાં કમળ ખીલશે તે નિશ્ચિત છેઃ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27
‘‘જેમની વિચારધારાને દાનહ એ આજ સુધી સંપૂર્ણપણે ફગાવી દીધી છે. એ જ શિવસેના આજે ભાવનાઓ ઉપર હાવી થવા માંગે છે. શિવસેનાના આ સ્‍વાર્થ અને અવસરવાદને દાનહના લોકો સારી રીતે ઓળખી ચૂક્‍યા છે. તેમના અહિ આવવાથી શરૂ થયેલી ગુંડાગર્દીને નેસ્‍તનાબુદ કરવાનો નિર્ણય દાનહને કરી લીધો છે” એવો વિશ્વાસ ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણીનો પ્રચાર તા. 27/10/2021ને બુધવારે સાંજે 5: 00 વાગ્‍યે સમાપ્ત થયો હતો. જેના કારણે શ્રી મહેશભાઈ ગાવિતે પોતાના મંતવ્‍યો આપ્‍યા હતા.
શ્રી મહેશભાઈ ગાવિતે જણાવ્‍યું હતું કે, લોકસભાની ચૂંટણી ઘણી રીતે મહત્‍વની છે. કોરોના કાળ પછી દેશ અને દુનિયા અલગ-અલગ આર્થિક પડકારોનો સામનો કરી રહી છે. આ પ્રકારના મુશ્‍કેલ સમયમાં દેશના વડાપ્રધાન શ્રીમોદી ગરીબો, મહિલાઓ અને આદિવાસીઓના કલ્‍યાણ માટેની યોજનાઓ પર અબજો રૂપિયા ખર્ચી રહ્યા છે. ઉદ્યોગો માટે અનુラકૂળ નીતિઓ અપનાવી રહ્યા છે જેથી હજારો નોકરીઓ ઉપલબ્‍ધ થઈ શકે અને કર્મચારીઓ, સાહસિકો અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. શ્રી મહેશભાઈ ગાવિતે વધુમાં જણાવ્‍યું હતું કે મને દાનહના લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ લાગણીમાં વહી જવાને બદલે પ્રદેશ અને રાષ્‍ટ્ર હિતને પ્રાધાન્‍ય આપશે.
ભાજપના રાષ્‍ટ્રીય સચિવ અને દાનહ અને દમણ- દીવના પ્રભારી શ્રીમતી વિજયા રહાટકરે જણાવ્‍યું હતું કે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સાત વર્ષના કાર્યકાળમાં દાનહમાં થયેલો વિકાસ જનતાની સામે છે. ગરીબ, આદિવાસી, મહિલાઓ અને મધ્‍યમ વર્ગના લોકોને રોજગારીની તકો અને કોરોનાના સંકટ સમયે મળેલી તમામ પ્રકારની મદદ લોકો જાણે છે. લોકો ભૂતકાળની ભૂલ હવે ફરી નહી દોહરાવશે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી માટે દાનહમાં કમળ ખીલશે તે નિヘતિ છે.
આ અવસરે દાનહ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલના જણાવ્‍યા મુજબ રાજ્‍યની જનતાએ મોદી સરકારના 7 વર્ષમાં થયેલા કામો અને તે પહેલાના રહસ્‍યો જોયા છે. ભાજપને જંગલ વિસ્‍તાર અને શહેરી વિસ્‍તારમાંથી ભારે સમર્થન મળશે.


સારા અને સાચા આદિવાસી
‘‘હું શ્રીમંત નથી. મારો વારસો એક સાદા પણ સાચા, મહેનતુ અને દેશભક્‍ત આદિવાસીનો છે. કોઈ પોતાના પરિવારની સંપત્તિ વધારવા અને માફિયાગીરી ચાલુ રાખવા માટે મત માંગે છે. હું પ્રદેશ માટે, મારાલોકો માટે મત માંગું છું. ભય પેદા કરીને દાનહને કાબૂમાં રાખતા પરિવારના આતંકને તોડવા માટે જનતા મારા જેવા ભૂતપૂર્વ સૈનિકને જીતાડશે”: ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત

Related posts

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

Leave a Comment