Vartman Pravah
દેશસેલવાસ

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

  • આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ
  • દાનહની પેટા ચૂંટણીના પરિણામથી સંઘપ્રદેશની વહીવટી સિસ્‍ટમ ઉપર નહી પડનારો કોઈ ફરક
  • દર વર્ષે ઉદ્યોગો દ્વારા પોતાનું સામાજીક દાયિત્‍વ અદા કરવા સીએસઆર ફંડ અંતર્ગત અલાયદા રખાતા કરોડો રૂપિયા રાજકારણીઓના ઘર ભેગા થયા હતા પરંતુ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ પહેલી વખત સીએસઆર ફંડ હેઠળ થઈ રહેલા લોક ઉપયોગી કામો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે અગામી તા.30મી ઓક્‍ટોબરના રોજ યોજાનારી પેટા ચૂંટણીના સંદર્ભમાં આવતી કાલની રાત્રિ ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કતલની રાત બની રહેશે.
દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીમાં ચાર ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ સીધી સ્‍પર્ધા ભાજપના શ્રી મહેશભાઈ ગાવિત અને શિવસેનાના શ્રીમતી કલાબેન ડેલકર વચ્‍ચે રહેવાની છે. જેમાં કોંગ્રેસના શ્રી મહેશભાઈ ધોડી કોને કેટલું નુકસાન કરે તેના ઉપર પણ તમામની નજર મંડાયેલી છે.
આવતી કાલે દાદરા નગર હવેલીના મતદારો માટે પણ મનોમંથન અને આત્‍મપરિક્ષણનો દિવસ બની રહેશે. કારણ કે દેશમાં સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર છે. તેથી આ પેટા ચૂંટણીના પરિણામથી કોઈ મોટો ફરક પડવાનો નથી. પરંતુ દાદરા નગર હવેલીનાવિકાસને કઈ દિશા તરફ મતદારો લઈ જવા માંગે છે તેનું પરિક્ષણ કરશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીના પરિણામથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની વહીવટી સિસ્‍ટમ ઉપર કોઈ ફરક પડવાનો નથી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લગભગ હજુ બે વર્ષ સુધી પ્રદેશના પ્રશાસક તરીકે રહેવાના હોવાનું નિヘતિ છે અને કેન્‍દ્ર સરકાર દ્વારા તમામ કેન્‍દ્રશાસિત પ્રદેશોને એક છત્ર હેઠળ લાવી તેમના લેફટનન્‍ટ ગવર્નર (ઉપ રાજ્‍યપાલ) તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલને અખત્‍યાર સોંપવાની દિશામાં ભારત સરકાર મક્કમતાથી આગળ વધી રહી હોવાનું પ્રસાર માધ્‍યમો જણાવી રહ્યા છે. કારણ કે કેન્‍દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની કુનેહ અને આવડતથી પ્રદેશના કરેલા વિકાસથી કેન્‍દ્ર સરકાર પણ પ્રભાવિત છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉદ્યોગો દ્વારા આપવામાં આવતા સીએસઆર(કોમ્‍યુનિટી સોશિયલ રિસ્‍પોન્‍સિબિલીટી)ના ફંડથી રાજકારણીઓ અને અધિકારીઓ પોતાના ઘર ભરતા હતા તેની જગ્‍યાએ પ્રશાસકશ્રીએ આ સીએસઆરનો ઉપયોગ લોકોના કલ્‍યાણ માટે અને વિવિધ યોજનાઓ માટે કરાવી ભારત સરકારની પણ આંખ ખોલી છે. દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ઠેરઠેર બનાવવામાં આવેલ આલિશાન નંદઘર, પ્રદેશના કુપોષિત બાળકો અને પરિવારોને આપવામાં આવતો પૌષ્‍ટિક આહાર, વિવિધ સર્કલો વગેરેનું નિર્માણ સંઘપ્રદેશ પ્રશાસને પહેલી વખત સીએસઆરના માધ્‍યમથી કરાવ્‍યું છે. ભૂતકાળમાં ઉદ્યોગો દ્વારા પોતાના સામાજીક દાયિત્‍વ માટે ઉપયોગમાં લેનારા ફંડનો ઉપયોગ રાજકારણીઓ ખંડણી દ્વારા વસૂલી લેતા હતા. જેના ઉપર છેલ્લા પાંચ વર્ષથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રોક લાગી છે.
ભારત સરકાર પણ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા પ્રમાણિકતા અને કર્તવ્‍યનિષ્‍ઠા સાથે થઈ રહેલા વહીવટથી વાકેફ હોવાથી હવે તેમને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપની સાથે અંદમાન-નિકોબારની પણ જવાબદારી સુપ્રત કરી શકે છે. તેથી દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીના પરિણામથી દેશ કે પ્રદેશની રાજનીતિ ઉપર કોઈ મોટી અસર થવાની નથી. પરંતુ પ્રદેશના લોકોની માનસિકતા અને ઈચ્‍છાશક્‍તિનો માત્ર પરિચય મળશે.

Related posts

દાદરાની સ્‍ટરલાઈટ કંપનીના કામદારોએ વિવિધ સમસ્‍યાને લઈ પાડેલી હડતાળ : લેબર ઓફિસરે પ્રશ્નના યોગ્‍ય નિકાલની આપેલી બાહેંધરી

vartmanpravah

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah

ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો અને ટ્રક ભટકાતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્‍ચથી માંડી નિમ્‍ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્‍ડમાં જતા થયા છે

vartmanpravah

Leave a Comment