Vartman Pravah
તંત્રી લેખ

સંઘપ્રદેશમાં સત્તાધારી પક્ષના સાંસદ બનો કે, વિરોધ પક્ષના સાંસદ રહો, પરંતુ કાયદાના રાજને માન આપવું જ પડશે

  • કેન્‍દ્રમાં મોદી સરકારના આગમન થયા બાદ તેમણે ભય અને ભ્રષ્‍ટાચારમુક્‍ત પ્રશાસન આપવા શરૂ કરેલી કવાયતના ભાગરૂપે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વહીવટ ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયની પણ રહેતી સીધીનજર

  • ભૂતકાળમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના સાંસદોનો રૂઆબ સુપર સી.એમ.થી ઓછો પણ નહીં રહેતો, કારણ કે પ્રશાસક, સાંસદ અને પોલીસ અધિકારીઓની તિકડીને પ્રદેશને લૂંટવાની છૂટ મળતી હતી

લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણી ગઈકાલે કોઈપણ પ્રકારના અનિચ્‍છનીય બનાવ વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પ્રદેશના પોલીસ તંત્ર અને પ્રશાસને રાહતનો દમ લીધો હતો. ચૂંટણીનું પરિણામ 2 નવેમ્‍બરના મંગળવાર સુધી તમામ રાજકીય પક્ષો અને નેતાઓના જીવ ઉચાટમાં રહેશે. પરંતુ આ ચૂંટણીના પરિણામથી રાષ્‍ટ્રીય કે પ્રદેશ સ્‍તરે કોઈ મોટો ફરક પડવાનો નથી.
કેન્‍દ્રમાં મોદી સરકારના આગમન થયા બાદ તેમણે ભય અને ભ્રષ્‍ટાચારમુક્‍ત પ્રશાસન આપવા શરૂ કરેલી કવાયતના ભાગરૂપે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વહીવટ ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયની પણ સીધી નજર રહે છે અને વ્‍યવસ્‍થામાં પરિવર્તન કરતા કેન્‍દ્ર સરકાર જરીકનો પણ વિલંબ કરતી નથી. જેના કારણે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ પણ જવાબદાર બનવા પામ્‍યો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરીએ તો ભૂતકાળમાં અહીં સાંસદ તરીકે ચૂંટાતા સાંસદો પોતાને સુપર ચીફ મિનિસ્‍ટરથી કમ નહીં સમજતા હતા. ફક્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવ જ નહીં, પરંતુ લક્ષદ્વીપમાં પણસાંસદનો આવો જ દબદબો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિધાનસભા નહીં હોવાથી અહીં ચૂંટાતા સાંસદો જ લોકસભા કે સરકાર સમક્ષ પ્રદેશની રજૂઆત કરી શકતા હતા. આ પ્રદેશના પ્રશાસક તરીકે સિનિયર આઈ.એ.એસ. અધિકારીની નિયુક્‍તિ થતી હોવાના કારણે આઈ.એ.એસ. અધિકારીઓને સાંસદનો ડર રહેતો હતો. જેના કારણે પ્રદેશના સાંસદો, પ્રશાસક અને કેટલાક ગણ્‍યાગાંઠયા આગેવાનોની એક ટોળકી બનતી હતી અને પ્રદેશના વિકાસ માટે આવતા નાણાંથી માંડી બીજા અનેક તિકડમથી દર વર્ષે કરોડો રૂપિયા ઓહિયા કરી જતા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સાંસદોને લાલ લાઈટવાળી ગાડી અને સિક્‍યુરીટી ગાર્ડ પણ પ્રશાસન દ્વારા તૈનાત કરાતા હતા. સરકારે લાલ લાઈટની સુવિધા ખતમ કર્યા બાદ સિક્‍યુરીટી ગાર્ડ આપવાની સિસ્‍ટમ પ્રશાસને બંધ કરી નાંખી છે. કારણ કે સાંસદને કોઈપણ કારણ વગર સિક્‍યુરીટી ગાર્ડની સુવિધા મળે એવા કોઈ નીતિ-નિયમો જ નથી.
હવે ચૂંટણીના પરિણામ આવ્‍યા બાદ પ્રશાસનની વ્‍યવસ્‍થામાં કોઈ પરિવર્તન આવવાનું નથી. ભારત સરકાર અને પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં હપ્તાખોરી, ખંડણી કે અસામાજિક પ્રવૃત્તિ બર્દાસ્‍ત કરવાનું નથી. આ પેટા ચૂંટણીમાં ભાજપના શ્રી મહેશભાઈ ગાવિત વિજેતા બને કે કોંગ્રેસના શ્રીમહેશ ધોડી કે શિવસેનાના શ્રીમતી કલાબેન ડેલકર વિજયી બની સાંસદ બને, પરંતુ હવે પ્રશાસનનું માળખું નીતિ-નિયમોની બહાર ભાગ્‍યે જ જશે તે વિજેતા ઉમેદવારોએ પણ જાણી લેવું પડશે. સત્તાધારી પક્ષના સાંસદ બનો કે, વિરોધ પક્ષના સાંસદ રહો, પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાયદાના રાજને માન આપવું જ પડશે.
સોમવારનું સત્‍ય
દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં 15 જુલાઈ, 1995થી 25 જૂન, 1998 સુધી પ્રશાસક તરીકે રહેલા શ્રી એસ.પી.અગ્રવાલના કાર્યકાળમાં સાંસદો ધારે તે કામ થઈ જતું હતું અને તેઓ બોલે તે કાયદો પણ બની જતો હતો. રમેશ નેગીના ટૂંકા કાર્યકાળમાં સાંસદો અને રાજકારણીઓની લીલા થોડા અંશે સંયમમાં રહી હતી. પ્રદેશમાં સાંસદ, પ્રશાસક અને પોલીસ અધિકારીઓની બનતી તિકડીથી ભૂતકાળમાં ઘણાં નિર્દોષોને પણ જેલની હવા ખાવી પડી હતી. પરંતુ હવે આ સમય સમાપ્ત થયો છે અને જેઓ ખોટું કરે છે તેમને દંડ થાય એવી નીતિ-રીતિ અમલમાં આવી છે.

Related posts

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

vartmanpravah

વ્‍યક્‍તિ નહી, વ્‍યક્‍તિનું કામ બોલે છે, શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના બનેલા પ્રશંસક

vartmanpravah

દાનહમાં દેખાતી કેટલીક સમસ્‍યાઓ લોક પ્રતિનિધિઓએ પોતાની અણસમજ અને અણઆવડતના કારણે પેટ ચોળીને ઉભી કરેલી પીડા છે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

મોદી સરકારના આગમન સાથે સંઘપ્રદેશના વિકાસ દાયકાનો થયેલો આરંભ

vartmanpravah

Leave a Comment