Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ એન.એસ.એસ. દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સૈનિકોનું સન્‍માન કરાયું

યુવાનોએ સામાજિક જવાબદારીઓ નિભાવીને સૈનિકની જેમ દેશ માટે કામ કરવું પડશેઃ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ એન.એસ. એસ.ઓફિસર ગૌરાંગ વોરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલી અને દમણ અને દીવની રાષ્‍ટ્રીય સેવા યોજનાના 30 એકમો દ્વારા ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ હેઠળ આજે વૃક્ષારોપણ દ્વારા અમૃત વાટીકાનું નિર્માણ, શીલા ફલકમનું અનાવરણ, પોસ્‍ટરમેકિંગ સ્‍પર્ધા જેવા કાર્યક્રમો સાથે વડાપ્રધાનશ્રીના હાથમાં માટી રાખીને પંચપ્રણ લઈને yuva.gov.in પર સેલ્‍ફી અપલોડ કરવાના આહવાનને સ્‍વયંસેવકોએ ઉત્‍સાહપૂર્વક સેલ્‍ફી અપલોડ કરીને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી રહ્યા છે.
‘માટીને સલામ, નાયકોને સલામ’ કાર્યક્રમ અંતર્ગત ભારતની ત્રણેય સેનાના ભૂતપૂર્વ સૈનિકો, અર્ધલશ્‍કરી દળોના જવાનો અને સ્‍થાનિક પોલીસ દળના જવાનો અને IRBના જવાનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકોએ રાષ્‍ટ્રીય સેવા યોજનાના સ્‍વયંસેવકો અને વિદ્યાર્થીઓને તેમના અનુભવથી માર્ગદર્શન આપી દેશ પ્રત્‍યેની બલિદાન અને સમર્પણની લાગણીથી વાકેફ કર્યા હતા અને સેનામાં સેવા આપવા માટે માર્ગદર્શન માટે તેમની ઉપલબ્‍ધતાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે રાષ્‍ટ્રીય સેવા યોજનાના દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ એન.એસ.એસ. અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે દરેક વ્‍યક્‍તિ સેનામાં સેવા આપી શકતો નથી, પરંતુ સમાજમાં રહીને વડાપ્રધાનશ્રીના આહ્‌વાન પર વિવિધ સામાજિક કાર્યોમાં યોગદાન આપીને એક સાચા સૈનિક તરીકે સેવા આપી શકે.
આ કાર્યક્રમને દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, એન.એસ.એસ. પ્રોગ્રામકો-ઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર અને સેવક સ્‍વયંસેવકો દ્વારા પંચાયતોના જન પ્રતિનિધિઓ, વન વિભાગ અને પોલીસ વિભાગના સહકારથી સફળ બનાવવામાં આવ્‍યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અપીલ પર, ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દેશભરમાં ‘અમૃત કળશ યાત્રા’ કાઢવામાં આવી રહી છે. દેશના ગામે ગામથી, ખૂણે ખૂણેથી 7500 કળશોમાં માટી વહન કરતી આ ‘અમૃત કળશ યાત્રા’ દેશની રાજધાની દિલ્‍હી પહોંચશે. આ યાત્રામાં દેશના વિવિધ ભાગોમાંથી છોડ પણ લાવવામાં આવશે. 30 ઓગસ્‍ટે રાષ્‍ટ્રીય યુદ્ધ સ્‍મારક(National War Memorial)ની નજીક 7500 કળશમાં આવેલી માટી અને છોડને મિશ્રિત કરીને ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે.

Related posts

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

તાળીઓની રમઝટ સાથે માતાજીના ગરબા રમતા આર.કે.દેસાઈ કોલેજ પરિવારના ખેલૈયાઓ

vartmanpravah

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

vartmanpravah

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

vartmanpravah

Leave a Comment