Vartman Pravah
Otherતંત્રી લેખ

ચાલો આપણે સાથે મળી નૂતન દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નિર્માણ કરીઍ

દિવાળી ઍટલે અંધકારથી પ્રકાશ તરફની ગતિ. વિક્રમ સંવત ર૦૭૮નું વર્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે શુકનિયાળ, સમૃદ્ધિ સભર અને પ્રગતિમય રહે ઍવી આ સ્થાનેથી પરમકૃપાળુ પરમેશ્વર પાસે પ્રાર્થના કરીઍ છીઍ.
છેલ્લી પાંચ દિવાળી દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ખુબ જ યાદગાર રહી છે. અશક્ય કહી શકાય ઍવા મહત્વના કામો આ પાંચ દિવાળીના સમયગાળા દરમિયાન જ સંભવ બન્યા છે. કોરોના મહામારી સામે પણ સંઘપ્રદેશ ઍક ઢાલ બનીને ઉભુ રહ્નાં છે. રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પણ સંઘપ્રદેશની નોîધ લેવાઈ છે.
ગત લોકસભાની પેટા ચૂંટણીના પરિણામોઍ પણ પ્રતિત કરાવ્યું છે કે, પ્રદેશમાં લોકશાહી જીવંત છે. લોકશાહી માળખાનું વધુ સુદૃઢીકરણ થાય ઍવા પ્રયાસો ગતિશીલ બને ઍ સમયનો તકાજા છે. અપેક્ષાઓ વધી છે, આશા અને અરમાનોનો વ્યાપ વધ્યો છે. આવતા દિવસોમાં પ્રદેશની ઉડાન આભ આંબશે ઍમા કોઈ શંકા નથી. રાષ્ટ્રીય સ્તરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મજબુત નેતૃત્વ છે, તેમની અમી નજર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફ મંડાયેલી રહે છે. જેનો લાભ હજુ પણ પ્રદેશને મળતો રહેશે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફક્ત રાષ્ટ્રીય સ્તરે જ નહી, પરંતુ વૈશ્વિક નક્શામાં પણ પોતાનું ગૌરવપૂર્ણ સ્થાન અંકે કરશે ઍવો દૃઢ વિશ્વાસ આજના નૂતન વર્ષાભિનંદનના પાવન પર્વે વ્યક્ત કરીઍ છીઍ. પ્રદેશના લોકોનો સાથ, દરેકના વિકાસની સાથે વિશ્વાસને જાડી સહિયારા પ્રયાસથી ચાલો આપણે ઍક નૂતન દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નિર્માણ કરીઍ.

Related posts

સેલવાસ નગરપાલિકાએ સેફટીક ટેન્‍કની સફાઈ માટે હેલ્‍પલાઇન નંબર જારી કર્યો

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

દાનહ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગૌચરણની જગ્‍યા બચાવવા અને જમીનમાંથી માટી ખનન અટકાવવા ખાનવેલ આરડીસીને રજૂઆત

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

Leave a Comment